Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

SpaceX ક્રૂ ડ્રેગનના એસ્ટ્રોનોટ સાથે પોતાના રેડિયોથી સંપર્ક કર્યાે

અમદાવાદના એન્જિનિયરની કમાલ : સ્પેસ એક્સના બનેલા ડ્રેગન મોડ્યુલે ૩૦મી મે એ ફ્લોરિડાના જ્હોન કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ઉડાણ ભરી હતી, એન્જિનિયર મિશનનો હિસ્સો બન્યો

અમદાવાદ, તા. : એલમ મસ્કની 'સ્પેસ એક્સ' કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓને સફળતાપૂર્વક અંતરીક્ષમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવા સાથે કોમર્શિયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રમાં ઈતિહાસ રચી દીધો હતો. હવે અમદાવાદના એક એન્જિનિયરને અવકાશમાં રહેલા ક્રૂ ડ્રેગન સ્પેસશિપના એસ્ટ્રોનોટનો રિપ્લાય મળ્યો છે. અધિર સૈયદ નામના રેડિયો ઉત્સાહી વ્યક્તિ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સૈયદે અંતરિક્ષમાં યાત્રીઓ સાથે સંપર્ક કરવા પોતાના હોમ રેડિયોનો ઉપયોગ કર્યાે હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે સૈયદ એક કોમ્પ્યુટર એન્જિનિયર છે અને તેઓ પોતાની પાસે રહેલા રેડિયો સાધનોથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે કોમ્યુનિકેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે દરમિયાન તેમને સ્ટેશનના ડ્રેગન કેપ્સુલમાંથી રિસ્પોન્સ મળ્યો હતો.

અધિર સૈયદ કહે છે કે, હું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સંદર્ભમાં મારા સ્ટુડન્ટ સાથે વિડીયો કોલ પર હતો. તેણે મને પૂછ્યું કે શું આપણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો સંપર્ક કરી શકીએ છીએ ? મેં ત્યારે તેની સાથે કનેક્ટ કરવાનું નક્કી કર્યું. જો કે યોગાનુયોગ હું સ્પેસ એક્સના એસ્ટ્રોનોટની ફ્રિક્વન્સી સાથે કનેક્ટ થઈગયો અને મને કેપ્સુલમાંથી રિપ્લાય મળ્યો અને વિડીયો કોલ ટાઈપના કનેક્શનનો અનુભવ થયો.

તેઓ કહે છે કે, કોલથી હું પણ ઈતિહાસનો ભાગ બન્યો હોય તેમ લાગે છે. તેઓ ઉમેરે છે કે, જે સમયે કેપ્સુલ અમદાવાદ ઉપરથી પસાર થયું હતું ત્યારે અમે લેક્ચરમાં હતાં.

મેં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ અમે તેને કનેક્ટ થઈ ગયા અને તેઓ કોલને ઓળખી ગયા હતા. ઈતિહાસમાં પહેલીવાર છે જ્યારે પ્રાઈવેટલી કોઈ વ્યક્તિએ નાસાના એસ્ટ્રોનોટ સાથે અંતરિક્ષમાં સંપર્ક કર્યાે હોય. ક્રૂ ડ્રેગન કેપ્સૂલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફાલ્કન રોકેટમાં મોકલાયું હતું.

કેપ્સુલ લોન્ચ થયાના ૧૯ કલાક બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું હતું. ઉલ્લેખનીય છે કે, સ્પેસ એક્સ કંપનીના બનેલા ડ્રેગન મોડ્યુલે ૩૦મી મે ફ્લોરિડાના જ્હોન કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ઉડાણ ભરી હતી. વર્ષ ૨૦૧૧ બાદ અમેરિકાનું ધરતી પરથી નાસાનુંપહેલું અંતરિક્ષ પ્રોગામ મિશન છે.

(7:43 pm IST)