Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગાંધીનગરના સે-24માં કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલી જતા અન્ય વિસ્તારોમાં દુકાનો ખોલવા દેવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો

ગાંધીનગર: શહેરના સે-ર૪માં આવેલા શ્રીનગર આસપાસના કન્ટેન્મેન્ટ ઝોનમાં અન્ય દુકાનો ખુલી ગઈ છે ત્યારે અંબાજી ચોક પાસે જ ૧૫૦થી ૧૮૦ જેટલી દુકાનો ખોલવા નહીં દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ભભુકયો છે અને આ મામલે કોર્પોરેશન તંત્ર સામે વહાલા દવાલાની નીતિનો આક્ષેપ કરીને જો એક-બે દિવસમાં દુકાનો ખોલવા દેવામાં નહીં આવે તો વેપારીઓએ સહ પરિવાર દુકાન આગળ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્મેન્ટ ઝોનની પોલીસી અમલમાં છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં શહેરમાં ૩પથી વધુ કન્ટેન્મેન્ટ ઝોન રાખવામાંઆવ્યા છે ત્યારે આ કન્ટેન્મેન્ટ ઝોનમાં વહાલા દવાલાની નીતિ રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ સે-ર૪ શ્રીનગરના વેપારીઓએ કર્યો છે. તેમણે રજૂઆત કરતાં જણાવ્યું છે કે શ્રીનગરની આજુબાજુમાં પહેલાની જેમ શાકમાર્કેટ ભરાવાની સાથે ખાણીપીણીની લારીઓ અને પાથરણાં પણ શરૂ થઈ ગયા છે. 

(5:27 pm IST)