Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ઠાસરાના વિસનગરમાં રહેતા યુવાને અમદાવાદની પ્રેમકાને નહેરમાં ધક્કો મારી દેતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ:મૂળ ઠાસરા તાલુકાના વિસનગરનો  અને આણંદના વિદ્યાનગરમાં એક ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા યુવકને અમદાવાદની એક યુવતી  સાથે  પ્રેમસબંધ બંધાયો હતો. જો કે  યુવકે યુવતીને નહેરમાં ધક્કો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતોનુસાર અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક સ્ટાફ નર્સને ઠાસરા તાલુકાના વિસનગરમાં રહેતો યુવક હિતેન્દ્ર પરમાર સાથે આંખ મળી જતા પ્રેમસબંધ બંધાયો હતો. જેથી બંને અવારનવાર ફોન પર વાતચીત કરતા અને એકબીજાને અવારનવાર આણંદ કે અમદાવાદમાં મળતા હતાં. આ સમય દરમ્યાન યુવતીને માલુમ પડયું કે હિતેન્દ્ર પરમાર પરણિત છે જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ બંને વચ્ચે સમાધાન થઈ જતાં એકબીજાને હળતા મળતા હતા. ગત તા. ૪ જુનના રોજ હિતેન્દ્ર પરમારે અમદાવાદની યુવતીને ફોન કરી જણાવ્યું હતું કે, તારી સૂટકેસ મારી પાસે છે, હું  અમદાવાદના રબારી કોલોની રોડ ઉપર ઉભો છું તે આવીને લઈ જા, તેમ જણાવતા યુવતી સૂટકેસ લેવા માટે ઉપરોક્ત સ્થળે એક્ટિવા લઈને પહોંચી હતી. આ સમયે હિતેન્દ્ર પરમારે યુવતીને જણાવ્યુંહતું કે, ચાલ આપણે ફરીને આવીએ છીએ તેમ કહી યુવતીને અમદાવાદથી કઠલાલ, કઠલાલ થઈ પાવાગઢ, પાવાગઢથી વડોદરા, વડોદરાથી આણંદ અને આણંદથી પોતાના ગામ વિસનગર ખાતે લઈ આવ્યો હતો.

(5:27 pm IST)