Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતની કતારગામ જીઆઈડીસીમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં જુગાર રમતા વેપારી,બિલ્ડર સહીત 9 દલાલને પોલીસે ઝડપી 2.07 લાખની રોકડ જપ્ત કરી

સુરત: શહેરની કતારગામ નવી જીઆઈડીસીમાં આવેલી માધવ ઇલેક્ટ્રીકની દુકાનમાં જુગાર રમતા વેપારીઓ, બિલ્ડર, દલાલ સહિત 8 ને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.2.07 લાખ, 11 મોબાઈલ ફોન, 2 કાર, 2 મોટરસાયકલ મળી કુલ રૂ.19.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કતારગામ પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે કતારગામ નવી જીઆઇડીસી ખાતા નં.502 ખાતે આવેલી માધવ ઇલેકટ્રીક નામની દુકાનમાં છાપો મારી ત્યાં જુગાર રમતા દુકાનદાર આશિષ હિરાભાઇ અણઘણ ( ઉ.વ.36 ) ( રહે.ઘર નં.44, અક્ષરધામ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ, સુરત. મુળ રહે.બરવાળા, તા.જી.બોટાદ ), વેપારી અમિત વશરામભાઇ પટેલ ( ઉ.વ.30 ) ( રહે.ઘર નં.140, રામનગર સોસાયટી, રાશી સર્કલ પાસે, કતારગામ, સુરત. મુળ રહે.નાવડા, તા.ધંધુકા, જી.બોટાદ ), વેપારી ચેતન ત્રિકમભાઇ કાકડીયા ( ઉ.વ.41 ) ( રહે.ઘર નં.52, માધવકુંજ સોસાયટી, ડભોલી રોડ, સુરત. મુળ રહે.ગોરડકા, તા.ગઢડા, જી.બોટાદ ), વેપારી જીગ્નેશ રસીકભાઇ સાવલીયા ( ઉ.વ.28 ) ( રહે.ઘર નં.11, ધામેલીયાનગર સોસાયટી, ગીતાંજલી સિનેમાની બાજુમા, વરાછા રોડ, સુરત. મુળ રહે.સાવરકુંડલા, જી.અમરેલી ), બિલ્ડર સુધીર વજુભાઇ માલાણી ( ઉ.વ.40 ) ( રહે. ઘર નં.3, સજાવટ બંગ્લોઝ, પરવત પાટીયા, સુરત. મુળ રહે.બાઢડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ), બેકાર અનિલ ભગવાનભાઇ નાવડીયા ( ઉ.વ.36 ) ( રહે.ઘર નં.61, અશોકનગર સોસાયટી, ધનમોરા પાસે, કતારગામ, સુરત. મુળ રહે. હિમ્ફલીપરા, નાગલપરના દરવાજા પાસે, જી.બોટાદ ), બિલ્ડર મયુર જીવરાજભાઇ વાનાણી ( ઉ.વ.36 ) ( રહે.ઘર નં.701, શ્રી વિનાયક સોસાયટી, આંબાતલાવડી, કતારગામ, સુરત. મુળ રહે.વલભીપુર, જી.ભાવનગર ) અને દલાલ નરેશ પોપટભાઇ શિહોરા ( ઉ.વ.37 ) ( રહે.ઘર નં.39, અક્ષરધામ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ, સુરત. મુળ રહે.માંડવા, તા.ગઢડા, જી.બોટાદ ) ને ઝડપી લીધા હતા.

(5:25 pm IST)