Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતમાં હજીરા તથા સચિન નોટીફાઈડ એજન્સીઓ દ્વારા વેન્ટીલેટરની ખરીદી કરવા રૂ. ચાર કરોડની ગ્રાન્ટ ફાળવી

સુરત,તા.૬:સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે સતત સક્રિય જિલ્લા કલેકટર દ્વારા ગઇ કાલે નવી સિવિલ હોસ્પિટલમાં ચાર કરોડ રૂપિયાની વધારાની સહાય ફાળવવામાં આવી છે. 'સર્વગ્રાહી વિકાસ સમિતિ'ઙ્ગ મંજુર કરવામાં આવેલી આ ગ્રાન્ટ સચિન અને હજીરા નોટિફાઈડ એરિયા દ્વારા મંજુર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આવશ્યક સાધન - સામગ્રીની ખરીદી માટે આ ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. ચોર્યાસી વિધાન સભાના ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલની આગેવાનીમાં સચીન ઈન્ડસ્ટ્રીઝ કો.ઓ.સોસાયટીના પ્રમુખ શ્રીમતિ રંમાબેન રામોલીયાએ બે કરોડ તથા હજીરા ઈન્ડસ્ટ્રીયલ એસોસીયેશનના પ્રમુખ હેમતભાઈ દેસાઈએ બે કરોડ મળી રૂ.ચાર કરોડનો ચેકો જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ અને નવી સીવીલ હોસ્પીટલના તબીબી અધિક્ષક પ્રીતિબેન કાપડીયાને અર્પણ કર્યો હતો. આ સમયે નોટીફાઈડના રીજીયોનલ મેનેજરઙ્ગ યોગેશ પરમાર, ચીફ ઓફિસર ડી.એમ.પટેલ, નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવા ઉપસ્થિત રહ્યા હતા.તે સન્માનની તસ્વીર.

(3:37 pm IST)