Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતની પેપરમીલમાં બ્લાસ્ટઃ૪ કર્મચારીઓ ગંભીર રીતે દાઝયા

સુરતઃ સુરતમાં વધુ એક ગંભીર બ્લાસ્ટની દૂર્ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં ૪ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતના ઓલપાડમાં પેપરમિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બરબોધન ગામ પાસે આવેલી પેપરમીલમાં બ્લાસ્ટ થયો છે. પેપરમિલના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હોત. બ્લાસ્ટમાં ૪ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

(2:48 pm IST)