Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પહેલા કોરોના, પછી વાવાઝોડુ અને ભૂકંપનો ખતરો

સતત આવી રહેલા નાના ઝટકા કયાંક મોટા ભૂકંપનો સંકેત તો નથી ને ?

અમદાવાદઃ કોરોના મહામારી પછી વાવાઝોડું અને હવે ભૂકંપના ખતરાથી દિલ્હી-એનસીઆરની સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતના લોકો ચિંતામાં છે. ગુરૂવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં છેલ્લા દોઢ મહિનામાં લગભગ ૧૧ હળવા આંચકાઓ આવી ચુકયા છે. નિષ્ણાતો જણાવે છે કે સતત ધરતીકંપના હળવા આંચકા કોઇ મોટા ભૂકંપનો સંકેત છે. સિસ્મોલોજીકલ મેપના આધારે દિલ્હી ઝોન-૪માં આવે છે.

નિષ્ણાંતો અનુસાર, દિલ્હીનો વિસ્તાર હિમાલયથી નજીક છે. હિમાલયમાં નિયમીત અંતરે ભૂકંપો આવતા રહે છે. અને હિમાલયન ફ્રંટલ થ્રસ્ટ આગામી સમયમાં ભૂકંપનું સંભવિત સ્થળ બની શકે છે ભારતનો ૬૦ ટકા ભાગ સિસ્મીક ઝોનમાં આવે છે. અને આમ પણ ભારતમાં ભૂકંપનું જોખમ સતત વધી રહ્યું છે.

(12:59 pm IST)