Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગુણવત્તાસભર-પ્રજાહિત માટે વિકાસ કામ કરોઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ખેડા જિલ્લામ આયોજન મંડળની બેઠક યોજાઈ : કોરોનાના સંક્રમણને અટકાવવા વહીવટીતંત્રને અનલોક-૧નીં છૂટછાટોના પાલનમાં યોગ્ય તકેદારી રાખવા સુચના

અમદાવાદ,તા. : ખેડા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સનના માધ્યમ દ્વારા યોજાઇ હતી. જેમાં તેમણે જિલ્લા આયોજન હેઠળ કરવાના કામો વધુ ગુણવત્તાસભર અને પ્રજાહિતનને વધુ ઉપયોગી થાય તે રીતે આયોજન કરવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. જિલ્લાા પ્રભારી મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, અત્યારની સાંપ્રત અને તાકીદની પરિસ્થિતિને ધ્યાને લઇ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સરકારના દિશા-નિર્દેશો તેમજ સૂચનાઓનું પાલન થાય, પ્રજાજનો નિયમિત માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટરન્સ  જાળવે, ધાર્મિક કાર્યકમોમાં પણ રાજય સરકારની સૂચનાઓ અને માર્ગદર્શનનું યોગ્ય પાલન થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે.

             જેથી જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા વહિવટીતંત્રની કામગીરીને બિરદાવતા કહ્યુ કે, અન્ય જિલ્લાઓની તુલનામાં ખેડા જિલ્લામાં રોગ ઉપર કાબુ મેળવવામાં અને તેને નિયંત્રીત રાખવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ વધુ સજ્જતાથી મહામારી સામે લડવા સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, આપણે સૌ અમૂલ્ય માનવ જીંદગીઓને બચાવવાની છે તે માટે તમામ વિભાગનો સહકાર લઇ એકજૂથ બનીને જિલ્લામાં રોગને નિયંત્રીત કરવા પર ખાસ ધ્યાન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઇ તે અંગેની પ્રિ-મોન્સુમન તૈયારીઓની જાણકારી મેળવી હતી. તેમજ જિલ્લામાં સ્વાચ્છતા ઉપર ભાર મૂકી મેલેરીયા અને ઋતુ જન્ય રોગો ઉપર નિયંત્રણ કરવા માટે ખાસ તકેદારી રાખવા સુચનાઓ આપી હતી.

(10:06 pm IST)