Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ગુજરાતમાં કોરોના દર કલાકે ૨૦થી વધારે કેસ આવે છે

મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને : ગુજરાતભરમાં ગુરુવાર સુધીમાં ૩૫૮૭૩ ટેસ્ટ થયા, પ્રત્યેક ૧૦૦ ટેસ્ટે કોરોના પોઝિટિવનું પ્રમાણ ૮.૫૦%

અમદાવાદ, તા. : કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જૂનના રોજ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા ૪૯૨ કેસ નોંધાયા હતા. જે ગુજરાતમાં એક દિવસમાં અત્યાર સુધીના કોરોનાના સર્વોચ્ચે કેસની સંખ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં ૪૦૦થી વધારે કેસ નોંધાયા હોય તેવો છઠ્ઠી વખત બન્યું હતું. સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા ૧૮૬૦૯ થઈ છે. ગુજરાતમાં જૂનના રોજ વધુ ૩૩ લોકોના મોત સાથે ગુજરાતમાં કુલ મોતની સંખ્યા ૧૧૫૫એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં ૪૫૫ સહિત કુલ ૧૨૬૬૭ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.

         જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૯૧ કેસનો સમાવેશ થાય છે. સાથે અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૩૫૪ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની સ્થિતિ પ્રમાણે, અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ ૧૨ નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમ કહી શકાય. જ્યારે ગુજરાતમાં પ્રત્યેક કલાકે ૨૦ નવા કેસ નોંધાઈ રહ્યા છે સિવાય જ્યાં વધુ કેસ નોંધાય તેમાં ૮૧ સાથે સુરત, ૩૯ સાથે વડોદરા, ૨૧ સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યોછે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૩ લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-૨૮, બોટાદ, કચ્છ, પાટણ અને વલસાડમાં - દર્દીનું મૃત્યુ થયું છે.

         રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૧૫૫ પર પહોંચ્યોછે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૬૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ ૪૭૭૯ એક્ટિવ કેસ છે જેમાં ૬૮ વેલ્ટીલેટર પર છે અને ૪૭૧૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ લાખ ૩૩ હજાર ૯૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હજુ ,૨૦,૬૯૫ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. પૈકી .૧૩ લાખ હોમ ક્વોરન્ટાઇન જ્યારે ૭૪૩૩ ફેસિલિટી ક્વોરન્ટાઈન છે. ગુજરાતમાં છેલ્લા દિવસમાં કોરોનાના ૩૦૩૭ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ૧૯૫ના મૃત્યુ થયાંછે જ્યારે ૩૫૮૭૩ ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક ૧૦૦ ટેસ્ટે કોરોના પોઝિટિવ આવવાનું પ્રમાણ .૫૦છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.

(9:57 pm IST)