Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની સાથે વિરમગામના રામ મહેલ મંદિરમાં ઉજવણી

રામ મહેલ મંદિર ખાતે ભગવાન શ્રી રામની આરતી, પુજા, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં 12 વાગેને 44 મિનિટે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો, જે માત્ર 32 સેકન્ડનું શુભ મુહૂર્ત હતું. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજનની સાથે સમગ્ર દેશમાં મંદિરો અને હિંદુ ધાર્મિક સ્થાનો પર પણ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિરમગામ શહેરના ઐતિહાસીક રામ મહેલ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રામ મહેલ મંદિર ખાતે ભગવાન શ્રી રામની આરતી, પુજા, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત રામકુમારદાસ બાપુ, પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, નરેશભાઇ શાહ, હિતેશભાઇ મુનસરા, હરીશભાઇ મચ્છર, નિલેશભાઇ ચૌહાણ, પુલકિતભાઇ વ્યાસ, ડી.સી. ઠક્કર સહિતના કાર્યકર્તાઓ,  નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
  વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યુ હતુ કે, રામ જન્મ ભૂમિ પૂજન અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થયુ છે.  કરોડો હિંદુઓનું 500 વર્ષનું સ્વપ્ન આજે  પૂરું થયું છે. તે જ સમયે વિરમગામના  રામ મહેલ મંદિર ખાતે રામ ભગવાનની આરતી, પૂજા, પ્રસાદનું આયોજન  વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયું હતુ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આ પવિત્ર ક્ષણ જેની રાહ આખું ભારત જોઇ રહ્યું હતું, એ ધન્ય ક્ષણનો સાક્ષાત્કાર આપણે સૌ કરી રહ્યાં છીએ.

(10:45 pm IST)