Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજ્યમાં કોરોનાના નવા 1073 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 1046 સાજા થયા :કુલ કેસનો આંકડો 66777 :વધુ 23 લોકોના મોત: મૃત્યુઆંક 2557

સુરતમાં સૌથી વધુ 237 કેસ, અમદાવાદમાં 161 કેસ, વડોદરામાં 115 કેસ, રાજકોટમાં 80 કેસ, જામનગરમાં 46 કેસ, ભાવનગરમાં 47 કેસ, અમરેલીમાં 30 કેસ, કચ્છમાં 27 કેસ, મહેસાણા અને મોરબીમાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ નોંધાયા : વધુ 1046 દર્દીઓ સાજા થતા કુલ 49405 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1073  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 66,777 થઇ છે જયારે આજે વધુ 23 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2557 થયો છે બીજીતરફ આજે વધુ 1046 દર્દીઓ સાજા થતા કુલ 49405 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14815 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14815 છે  આ એક્ટિવ કેસમાંથી 14749 દર્દી સ્ટેબલ છે જ્યારે 76 દર્દીઓ  વેન્ટીલેટર પર છે. આજે વધુ 1046 દર્દીઓ સાજા થતા કુલ 49405  લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2557 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1073  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 187 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 143 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 237 થયા છે  અમદાવાદ જિલ્લામાં 161 કેસ નોંધાયા છે જયારે  વડોદરામાં 115 કેસ, રાજકોટમાં 80 કેસ, જામનગરમાં 46 કેસ, ભાવનગરમાં 47 કેસ, અમરેલીમાં 30 કેસ, કચ્છમાં 27 કેસ, મહેસાણા અને મોરબીમાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 22 કેસ નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૫ :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૭૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

સુરત કોર્પોરેશન............................................ ૧૮૭

અમદાવાદ કોર્પોરેશન................................... ૧૪૩

વડોદરા કોર્પોરેશન.......................................... ૯૮

રાજકોટ કોર્પોરેશન.......................................... ૬૦

સુરત.............................................................. ૫૦

જામનગર કોર્પોરેશન....................................... ૪૫

અમરેલી.......................................................... ૩૦

કચ્છ............................................................... ૨૭

ભાવનગર કોર્પોરેશન....................................... ૨૬

મહેસાણા......................................................... ૨૪

મોરબી............................................................ ૨૪

સુરેન્દ્રનગર...................................................... ૨૨

ભરુચ.............................................................. ૨૧

ભાવનગર....................................................... ૨૧

જુનાગઢ કોર્પોરેશન.......................................... ૨૦

રાજકોટ........................................................... ૨૦

અમદાવાદ...................................................... ૧૮

દાહોદ............................................................. ૧૮

પંચમહાલ....................................................... ૧૮

પોરબંદર........................................................ ૧૭

વડોદરા.......................................................... ૧૭

ગાંધીનગર...................................................... ૧૬

બોટાદ............................................................ ૧૪

ખેડા................................................................ ૧૪

બનાસકાંઠા...................................................... ૧૩

આણંદ............................................................ ૧૨

ગાંધીનગર કોર્પોરેશન...................................... ૧૧

નવસારી.......................................................... ૧૧

સાબરકાંઠા....................................................... ૧૧

પાટણ............................................................. ૧૦

ગીર સોમનાથ.................................................... ૯

મહીસાગર.......................................................... ૯

નર્મદા................................................................ ૮

તાપી................................................................. ૮

વલસાડ............................................................. ૭

જુનાગઢ............................................................. ૫

અરવલ્લી.......................................................... ૩

છોટા ઉદેપુર...................................................... ૨

ડાંગ.................................................................. ૨

દેવભૂમિ દ્ધારકા.................................................. ૧

જામનગર.......................................................... ૧

કુલ............................................................ ૧૦૭૩

(9:29 pm IST)