Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગાંધીનગર:જુદા જુદા વિસ્તારમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા:25 જુગારીઓની ધરપકડ કરી પોલીસે 1.45 લાખની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ ફુલીફાલતી હોય છે ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા દોડધામ કરી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસે દહેગામના જલુન્દ્રા, બાવળાની મુવાડી તો પેથાપુર પોલીસે રાંધેજા અને ડભોડા પોલીસે સાલુજીના મુવાડામાંથી ચાર મળી કુલ રપ જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી .૪પ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગારીઓ સામે સોશ્યલ ડીસ્ટેન્સીંગ જાહેરનામાં ભંગનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.  

શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જુગારીઓ સક્રિય થઈ જતાં હોય છે અને ખુણેખાંચરે બોર્ડ બેસાડતાં હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડવા મથી રહી છે. ત્યારે પેથાપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રાંધેજા ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે દરોડો પાડીને રાંધેજા ગામના ડાહયાભાઈ રણછોડભાઈ રાવળ, ચંદુભાઈ કાળાભાઈ રાવળ, દીલીપભાઈ હરજીભાઈ રાવળ, જીતેન્દ્ર નટુભાઈ રાવળ, વિજયભાઈ કાળાજી ઠાકોર અને વિજય ઉર્ફે ટીનાભાઈ મનુભાઈ રાવળને જુગાર રમતાં ઝડપી પાડીને તેમની પાસેથી ૪૬૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ડભોડા પોલીસે સાલુજીના મુવાડામાં દરોડો પાડીને સ્મશાનની પાછળ ગૌચરની જમીનમાં જુગાર રમતાં સાલુજીના મુવાડામાં રહેતા અનંત કેસરસિંહ પરમાર, વિનુજી હવજીજી પરમાર, મહેશકુમાર શનાજી ઠાકોર અને છત્રસિંહ કેસરસિંહ પરમારને જુગાર રમતાં ઝડપી પાડી ર૯૨૦નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. તો રખિયાલ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નાના જલુન્દ્રા ગામે ભવાનસિંહ અંદરસિંહ ઠાકોર તેના ઘર આગળ ખુલ્લી ઓસરીમાં જુગાર રમાડી રહયો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો કર્યો હતો. પોલીસે સ્થળેથી જુગાર રમતાં નાના જલુન્દ્રા ગામના અરવિંદસિંહ વખતસિંહ ઠાકોર, બળદેવજી નેનાજી ઠાકોર, અરજણજી સતાજી ઠાકોર, અલ્પેશજી વકતુજી ઠાકોર, રાકેશ મનહરસિંહ રાઠોડ, કલાજી પથાજી ઠાકોર, સેંધાજી વખાજી ઠાકોર, અંબાલાલ દિનાજી ઠાકોર  અને આંગજીના મુવાડા ધારીસણા ખાતે રહેતા કાળુસિંહ સુરસિંહ મકવાણા અને તલાજી સતાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા પોલીસે સ્થળેથી ૧૫૬૮૦ની રોકડ તથા મોબાઈલ અને વાહનો મળી કુલ પપ૬૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

(6:13 pm IST)