Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુખસર:ફતેપુરા તાલુકા નજીક સાત સંતાનોની માતા પાંચ સંતાનના પિતાના પ્રેમમાં ઘરેથી ભાગી જતા અરેરાટી મચી જવા પામી

સુખસર:ફતેપુરા તાલુકાના એક ગામની સાત સંતાનોની માતા નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતાના પ્રેમમાં પડયા બાદ બંને ઘેરથી ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

ફતેપુરા તાલુકાના ગામના યુવાનના વીસ વર્ષ અગાઉ સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે પુત્રો તથા પાંચ પુત્રીઓનો તે  પિતા  બન્યો હતો. પરંતું તેના સુખી સંસારમાં અચાનક વાવાઝોડું  આવ્યું. આધેડ અવસ્થામાં આવેલી તેની પત્ની કે જે તેના  સાત સંતાનોની માતા હતી, તે  નજીકના ગામમાં રહેતા પાંચ સંતાનોના પિતાના પ્રેમમાં પડી હતીઆઘેડ વયે પહોંચેલા બંને પ્રેમીઓ ચોરી છૂપીથી  ઘરબાર છોડી ૧૫ દિવસ આગાઉ ઘર છોડી ભાગી ગયા છેં.

(6:09 pm IST)