Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વડોદરા મનપાદ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ તારીખ 18 સુધી શહેરમાં સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છેજેમાં મંગળવારે 63 ખુલ્લા ગંદા સ્પોટ નાબૂદ કરાયા બાદ આજ સવારથી હોસ્પિટલોની આસપાસ સફાઈ શરૂ કરવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 34 અર્બન હેલ્થ સેન્ટરો કોવિડ કેર સેન્ટરો સયાજી અને ગોત્રી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોની બહાર સફાઈ કાર્ય કર્યું હતું. અને જંતુનાશક પાઉડરનો દવા છંટકાવ કરવામાં આવ્યો છેતારીખ 18 સુધી તબક્કાવાર વિસ્તારોમાં રીતે સફાઈ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

(6:06 pm IST)