Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમદાવાદના પાલડીમાં બેંક ઓફિસરના હાથમાંથી મોબાઈલ તફડાવી તસ્કરો રફુચક્કર

અમદાવાદ:પાલડીમાં જેઠાભાઇ પાર્ક ફ્લેટમાં રહેતા માર્ગી બેન એમ શાહ એચડીએફસી બેંકમાં બેંક ઓફિસર તરીકે નોકરી કરે છે. દરમિયાન બેંકમાં રીસેસ પડતાં તે એકટીવા લઈને જમવા જઈ રહ્યા હતા ત્યારે પાલડી ચાર રસ્તાના સર્કલ પાસે કોઇની સાથે વાત કરવા ઉભા રહ્યા હતા

દરમ્યાન એક્ટીવા પર ત્રણ સવારી આવેલા 3 પૈકી એક શખ્સે માર્ગીબેનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને ભાગી ગયા હતા. અંગે તેમણે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)