Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મેહુલ દવેના પિતાજી ૧૨૦ કિ.મી. ચાલીને અયોધ્યા મંદિર આંદોલનમાં પહોંચેલા

અધિક કલેકટરના પિતાજી, ભાઇઓ સહિત સમગ્ર પરિવાર રામ રંગમાં રંગાયેલ છે

રાજકોટ,તા. ૫: આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો પ્રારંભ થઇ  રહ્યો છે. આ ઐતિહાસિક ઘડીને વધાવીને દવે પરિવારે મંદિર આંદોલનમાં ભાગ લીધાના સંભારણા વાગોળ્યા છે. મહેસાણા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી મેહુલ દવેના પિતાજી, ભાઇઓ સહિત સમગ્ર પરિવાર સંઘ પ્રેરિત હિન્દુત્વની વિચારધારા અને રામ ભકિતના રંગે રંગાયેલા છે.

અમરેલના  વતની શ્રી મેહુલ દવેના પિતાજી શ્રી કિશોરભાઇ દવેએ ૧૯૯૨ના રામ જન્મભૂમિ આંદોલનમાં ભાગ લીધેલ તે વખતે તેઓ ઉપરાંત શ્રી પરસોતમ રૂપાલા, વસંતભાઇ આશર વગેરે ૧૨૦ કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચ્યા હતા. મેહુલ દવેના લઘુબંધુ માધવ દવે સ્થાનિક આંદોલનાત્મક કાર્યક્રમોમાં 'સોગંદ રામ કી ખાતે  હૈ , મંદિર વહી બનાયેગે' ગીત ભાવપૂર્ણ રીતે ગવડાવતા હતા. તેમના બીજાભાઇ મનીષ દવે પણ સંઘ અને વિહિપમાં સક્રીય હતા. આજે દવે પરિવારે મંદિરના ભૂમિપૂજનના રૂડા અવસરની ખુશાલી વ્યકત કરી છે.

(2:50 pm IST)