Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અયોધ્યામાં શિલાન્યાસ પહેલા ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ રોશનીથી ઝળહળ્યું

લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટય કરવા અપીલ કરાઈ

ગાંધીનગર : અયોધ્યામાં આવતીકાલે રામ મંદીરનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવનાર છે ત્યારે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બે રાજ્યવ્યાપી કાર્યક્રમોની આજે બપોરે જાહેરાત કરાઇ હતી જેમાં રાજ્યભરના ભાજપ કાર્યાલય શણગરવાના તેમજ લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટય કરવા અપીલ કરાઈ હતી. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે ને રોશનીથી ઝળહળીત કરી દેવામાં આવ્યું હતું.

(12:57 am IST)
  • સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર કૂચ કરી રહેલા જબ્બર વાદળોઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસરની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય બન્યુ છે : આગામી ત્રણેક દિવસ અમુક સ્થળોએ હવામાન ખાતાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે access_time 11:08 am IST

  • ઉમરગામ પંથકમાં આભ ફાટ્યુઃ માત્ર ૨ કલાકમાં ૭ ઇંચ વરસાદ : સર્વત્ર જળબંબાકારઃ સૌરાષ્ટ્રને ધમરોળતા મેઘરાજા ભાણવડ ૭ ઇંચ, વેરાવળ, ખાંભા અને માંગરોળ ૫ ઇંચ અનરાધાર વરસાદ : આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદની આગાહી : તંત્ર સાબદું access_time 11:09 am IST

  • ગુરુવાર સુધી મુંબઈમાં દે ધનાધન વરસાદનો ભારે દોર ચાલુ રહેશે: હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું છે કે આગામી ગુરુવાર સુધી મુંબઈમાં અતિશય ભારે વરસાદ ચાલુ રહેશે. ગુરુવારથી જોર ઓછું થશે. access_time 10:59 pm IST