Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હોરર ફિલ્મો રોમાંચથી ભરપુર હોય છેઃ નરગિસ

અભિનેત્રી નરગિસ ફખરી હોરર ફિલ્મ 'અમાવસ'થી બોલીવૂડમાં કમકેબ કરી રહી છે. આ ફિલ્મ પહેલી ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. ફિલ્મનો નરગિસ હાલ જોરશોરથી પ્રચાર કરી રહી છે. નરગિસે કહ્યું હતું કે તેને હોરર ફિલ્મો ખુબ ગમે છે અને તે જોવામાં પણ મજા આવે છે. આવી ફિલ્મો રોમાંચથી ભરપુર હોય છે અને મજેદાર અનુભવ આપનારી હોય છે. આ ફિલ્મો ડરાવે છે એટલે પણ મને ગમે છે. હોરર ફિલ્મો એવી દુનિયામાં લઇ જાય છે જ્યાં કહાની સામે હોય છે છતાં જુદી-જુદી ચીજો હરકતમાં આવી જાય છે. અમાવસ એક ડરામણી કહાની છે. જેની સ્ક્રિપ્ટ મારી સામે આવતા જ હું ઉત્સાહિત થઇ ગઇ હતી. ૨૦૧૧માં રોકસ્ટાર ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર નરગિસે બાદમાં મૈં તેરા હીરો, મદ્રાસ કાફે, અઝહર, હાઉસફુલ-૩ જેવી ફિલ્મો કરી છે. અમાવસનું નિર્દેશન ભૂષણ પટેલે કર્યુ છે. ફિલ્માં સચીન જોષી, વિવાન ભટેના, મોનાસિંહ, અલી અસગર મુખ્ય રોલમાં છે.

(10:03 am IST)
  • સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીની નિમણૂક:સર્વોચ્ચ અદાલતના પાંચ સભ્યોના કોલેજિયમે હાઈકોર્ટના આ બંને ન્યાયાધિશને બઢતી આપવાની ભલામણ કરી હતી. access_time 1:00 am IST

  • અમદાવાદ : શહેર કોંગ્રેસ સમિતિનું વીએસ બચાવો અભિયાન :રાજય સરકાર ગરીબ વિરોધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ :લાલ દરવાજા નજીક સરદાર બાગ બહાર ભાજપ સત્તાધીશોનું બેસણું યોજી: ખાનગીકરણની નીતિનો વિરોધ કર્યો access_time 3:00 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને સ્વાઈન ફલૂ થયો : દિલ્હી સ્થિત એઇમ્સમાં દાઝલ કરાયા : શ્રી શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુદ જણાવ્યું : એઇમ્સના વરિષ્ઠ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં ચાલી રહી છે અમિતભાઈની સારવાર access_time 10:04 pm IST