ફિલ્મ જગત
News of Wednesday, 16th January 2019

હોરર ફિલ્મો રોમાંચથી ભરપુર હોય છેઃ નરગિસ

અભિનેત્રી નરગિસ ફખરી હોરર ફિલ્મ 'અમાવસ'થી બોલીવૂડમાં કમકેબ કરી રહી છે. આ ફિલ્મ પહેલી ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. ફિલ્મનો નરગિસ હાલ જોરશોરથી પ્રચાર કરી રહી છે. નરગિસે કહ્યું હતું કે તેને હોરર ફિલ્મો ખુબ ગમે છે અને તે જોવામાં પણ મજા આવે છે. આવી ફિલ્મો રોમાંચથી ભરપુર હોય છે અને મજેદાર અનુભવ આપનારી હોય છે. આ ફિલ્મો ડરાવે છે એટલે પણ મને ગમે છે. હોરર ફિલ્મો એવી દુનિયામાં લઇ જાય છે જ્યાં કહાની સામે હોય છે છતાં જુદી-જુદી ચીજો હરકતમાં આવી જાય છે. અમાવસ એક ડરામણી કહાની છે. જેની સ્ક્રિપ્ટ મારી સામે આવતા જ હું ઉત્સાહિત થઇ ગઇ હતી. ૨૦૧૧માં રોકસ્ટાર ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર નરગિસે બાદમાં મૈં તેરા હીરો, મદ્રાસ કાફે, અઝહર, હાઉસફુલ-૩ જેવી ફિલ્મો કરી છે. અમાવસનું નિર્દેશન ભૂષણ પટેલે કર્યુ છે. ફિલ્માં સચીન જોષી, વિવાન ભટેના, મોનાસિંહ, અલી અસગર મુખ્ય રોલમાં છે.

(10:03 am IST)