Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

લગ્નના દ્રશ્યોનું શુટીંગ ખુબ મુશ્કેલઃ અપર્ણા દિક્ષીત

ટીવી શો પ્યાર કી લુકાછુપીમાં મુખ્ય ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી અપર્ણા દિક્ષીત કહે છે કોવિડની મહામારીમાં સિરીયલોનું શુટીંગ ચાલુ થઇ ગયું તે સારી વાત છે. પરંતુ આવા સમયે લગ્નના લાંબા લાંબા દ્રશ્યોનું શુટીંગ કરવું એ ખુબ પડકારરૂપ બની ગયું છે. અપર્ણાએ તાજેતરમાં આ શો માટે આવા દ્રશ્યાના શુટીંગમાં ભાગ લીધો હતો. અપર્ણાએ દુલ્હનના ભારેખમ પોષાક ધારણ કર્યા હતાં. મેકઅપ, ઘરેણાઓ અને હેર સ્ટાઇલ સહિતની બાબતોને કારણે અનેક મુશ્કેલીઓ વેવી પડી હતી. લગ્નના દ્રશ્યોનું શુટીંગ બીજા દ્રશ્યો કરતાં વધુ લાંબો સમય ચાલતું હોય છે. વારંવાર મેકઅપ અને જ્વેલરીને હટાવી શકાય નહિ. કોવિડની હાલતમાં આવા સીન વધુ મુશ્કેલ બનતા હોય છે. અપર્ણાએ કહ્યું હતું કે વારંવાર ટચઅપ કરાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડતું હતું. મારે મેકઅપ, ઘરેણા પહેરતી વખતે માસ્ક સતત પહેરી રાખવું પડતું હતું. ઘણીવાર ખુબ જ ગરમી અને ભારે વરસાદમાં પણ શુટીંગ કરવું પડતું હોય છે. એ વખતે પણ પડકાર સામે આવતા હોય છે. અપર્ણા દિક્ષીતનો પ્યાર કી લુકાછુપી શો દંગલ ચેનલ પર પ્રસારીત થાય છે.

(9:44 am IST)
  • રાત્રે 8 વાગ્યે રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : વાતાવરણમાં અચાનક પલટો : ભારે પવન સાથે અનરાધાર વરસાદ ચાલુ : સર્વત્ર મેઘાવી માહોલ : ભારે વરસાદથી ચોતરફ નદીઓ વહી : access_time 8:09 pm IST

  • ૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ થઈ જશે access_time 11:00 pm IST

  • કાલે આરોગ્ય સચિવ જયતિ રવિ રાજકોટમાં:. કોરોનાના કેસો વધતા ફરી રાજકોટમાં અધિકારીઓ સાથે મીટીંગ:સિવિલ હોસ્પિટલમાં જશે:બપોરે 2 વાગ્યે પત્રકારોને સંબોધશે. access_time 7:13 pm IST