

સનસનાટીપૂર્ણ અહેવાલ: ટ્રમ્પ અને પુતિનની મુલાકાત શરૂ થવા પહેલાં, અમેરિકાના બી–ટુ બોમ્બર પ્લેન પુટિન અને ટ્રમ્પના મસ્તક ઉપરથી તદ્દન નજીકથી ઉડ્યું:પૂટીન થોડીવાર માટે ચોંકી ગયેલ: શું અમેરિકાનું શક્તિ પ્રદર્શન? આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મુત્સદ્દીગીરી અને શક્તિ પ્રદર્શનનું અનોખું પ્રદર્શન: મોડી રાત્રે મંત્રણા શરૂ થઈ ગઈ : જુઓ વિડીયો : ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક પહેલાં, અમેરિકી વાયુસેનાના એક B-2 સ્ટીલ્થ બોમ્બર પ્લેને રશિયાની સરહદ નજીક પુટીન અને ટ્રમ્પની બરાબર ઉપરથી ઉડાન ભરી હોવાના અહેવાલો છે. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય નિરીક્ષકો દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.10:17 AM IST
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિનની ભારતીય સમય પ્રમાણે મધરાત પછી ઐતિહાસિક મુલાકાત: રેડ કાર્પેટ સ્વાગત બાદ અજાણ્યા સ્થળે બંધ બારણે મંત્રણા : એર બેઝ ઉપર પુતિનનું ટ્રમ્પ દ્વારા રેડ કાર્પેટ ભવ્ય સ્વાગત: બંને વિશ્વ નેતા એક જ કારમાં બંધ બારણે બેઠક માટે અજાણ્યા સ્થળે જવા રવાના થયા: આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી10:19 AM IST
ભારત માટે રાહતના સમાચાર: ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ ટેરિફની ચિંતા ખતમ ! ન્યૂઝ ફર્સ્ટ * આ નિર્ણય ભારતના ગુજરાત જેવા રાજ્યો માટે પણ મહત્વનો છે, જ્યાં સુરતના હીરા ઉદ્યોગ અને તિરુપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ જેવા નિકાસ ક્ષેત્રો અમેરિકી બજાર પર નિર્ભર છે. ટેરિફ દૂર થવાના નિર્દેશથી આ ઉદ્યોગોને સ્પર્ધાત્મક રહેવામાં મદદ મળશે : ભારતે અગાઉ અમેરિકાને ઔદ્યોગિક ચીજવસ્તુઓ પર શૂન્ય ટેરિફ અને ૨૫ અબજ ડોલરના ઊર્જા ખરીદીની ઓફર આપી હતી, તેવું રોઇટર્સના અહેવાલમાં જણાવાયેલ: આ ઓફરથી બંને દેશો વચ્ચે વેપારી સંબંધોને મજબૂત કરવાની શક્યતા વધી હતી: હવે ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ભારતના ટેક્સટાઇલ, રત્નો અને ફાર્મા જેવા નિકાસ ક્ષેત્રોને રાહત મળવાની આશા બંધાઈ10:23 AM IST
ટ્રમ્પ-પુતિન શાંતિ વાટાઘાટો: યુદ્ધવિરામ પર સમજૂતી ન થઈ: પરંતુ પ્રગતિનો દાવો: પુતિન મોસ્કો જવા રવાના: રશિયાની સુરક્ષા અને યુક્રેનની માંગણીઓ વચ્ચેના મતભેદો હજુ અડચણરૂપ : મંત્રણામાં બંને પક્ષે ૩–૩ નેતાઓ જોડાયા: ટ્રમ્પે કહ્યું, “અમે યુદ્ધવિરામની સમજૂતી સુધી પહોંચી શક્યા નથી, પરંતુ પ્રગતિ થઈ છે: ટૂંક સમયમાં ફરી પુતિનને મળીશ10:21 AM IST
અલાસ્કા સમિટ: ટ્રમ્પ-પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધના અંત માટે ચર્ચા, ઝેલેન્સકીને સમજૂતી કરી લેવા ટ્રમ્પની સલાહ: કહ્યું કે તમે નાનકડા છો અને રશિયા પ્રચંડ મોટી તાકાત છે : ટ્રમ્પે જણાવ્યું કે એક કે બે મુદ્દાઓ પર હજુ સંમતિ થવી બાકી છે: પુતિન સાથે અનેક "ફાઈલ્સ" (મુદ્દાઓ) પર વાતચીત કરી, પરંતુ તેની વિગતો હજુ જાહેર નહીં કરે:ટૂંક સમયમાં પુતિન, ઝેલેન્સકી અને પોતે સામેલ હોય તેવી ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવાની ટ્રમ્પ યોજના બનાવી રહ્યા છે: જોકે, ઝેલેન્સકીએ સમિટ શરૂ થતાં જ રશિયન હુમલાઓની નિંદા કરી અને જણાવ્યું કે રશિયા શાંતિ માટે ગંભીર નથી10:28 AM IST
વાંગ યી ભારત આવી રહ્યા છે, તો પીએમ મોદી ચીન જશે; ડ્રેગન અને હાથીની નિકટતાને કારણે પાડોશીની ઊંઘ કેમ ઉડી ગઈ? : ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની વાટાઘાટો માટે 18-20 ઓગસ્ટે ભારતની મુલાકાત આવશેઃ પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટમાં ભાગ લેવા ચીનના પ્રવાસે10:42 PM IST
UPI ચુકવણી પર શૂન્ય ચાર્જ! છતાં Gpay-PhonePe જેવા પ્લેટફોર્મ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કેવી રીતે કરે છે ? આખી રમત જાણો : આ એપ્સ માટે આવકનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત છે. જ્યારે તમે કોઈ દુકાનદાર, મોલ, રેસ્ટોરન્ટ અથવા ઓનલાઈન વેબસાઇટ (જેમ કે ફ્લિપકાર્ટ, સ્વિગી) ને QR કોડ સ્કેન કરીને અથવા તેમના UPI ID પર ચુકવણી કરો છો, ત્યારે તેને P2P વ્યવહાર નહીં, પરંતુ P2M (પીઅર-ટુ-મર્ચન્ટ) વ્યવહાર કહેવામાં આવે છે. આવી દરેક ચુકવણી પર, આ એપ્સ તે દુકાનદાર અથવા વેપારી પાસેથી ખૂબ જ નાની ફી વસૂલ કરે છે, જેને 'પેમેન્ટ પ્રોસેસિંગ ફી' અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કહેવામાં આવે છે.10:23 PM IST
હવે ઝેલેન્સ્કીની વોશિંગ્ટન મુલાકાત ઉપર સૌની નજર: અલાસ્કા મિટિંગમાં પુતિને યુક્રેનના ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાં ફ્રન્ટલાઇનને ફ્રીઝ કરવાની તૈયારી દર્શાવી: પરંતુ બદલામાં ડોનેત્સ્કમાંથી યુક્રેનિયન સૈન્યની સંપૂર્ણ પીછેહઠની માંગ કરી : આ જ પ્રસ્તાવને ગયા અઠવાડિયે યુરોપિયન અને યુક્રેનિયન નેતાઓએ નકારી કાઢ્યો હતો: ત્યારે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે પુતિન ખાર્કિવ અને સુમીમાં કબ્જા કરેલા વિસ્તારો પર વાટાઘાટો કરવા તૈયાર છે: યુરોપિયન નેતાઓએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી, પરંતુ યુક્રેન માટે મજબૂત સુરક્ષા અને રશિયાના વીટોને અસ્વીકાર કરવાનું જણાવ્યું : પુતિન ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેર્સન અને ઝાપોરિઝિયા વિસ્તારોમાંથી યુક્રેનિયન સૈન્યના સંપૂર્ણ પીછેહઠ અને નાટો સભ્યપદ છોડવાની માંગ પર અડગ રહ્યા: એક્સ પ્લેટફોર્મ પરના પોસ્ટ્સ અનુસાર, આ પ્રસ્તાવને 'યુક્રેનનું વેચાણ' ગણાવીને ભારે ટીકા થઈ રહી છે : વોલોડિમિર ઝેલેન્સ્કી સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને અન્ય અધિકારીઓને મળશે: ઝેલેન્સ્કીએ ચેતવણી આપી કે રશિયા આગામી દિવસોમાં યુક્રેન ઉપર હુમલા વધારી શકે છે9:37 PM IST
શું ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પુતિનનો 'બોડી ડબલ' ગયો હતો? : 15 વર્ષ જૂની વાર્તા સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ : અલાસ્કામાં થયેલી ત્રણ કલાકની વાતચીત દરમિયાન પુતિનનું હાવભાવમાં અસામાન્ય સક્રિયતા જોવા મળતા નેટિઝન્સમાં સવાલો : ક્રેમલિને અગાઉ આવા દાવાઓને ‘નિરર્થક અને ખોટા સમાચાર’ ગણાવીને ફગાવ્યા હતા8:27 PM IST
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનામાં ૭૦ મૃતદેહો મળ્યા, ૭૫ લોકોના ગુમ થવાના અહેવાલ: આ ઉપરાંત પણ અનેક લાપતા: મૃત્યુ આંક ૨૫૦ આસપાસ પહોંચવાનો અધિકારીઓને ભય : હવામાન વિભાગ તરફથી ૨૦મી સુધી ચાર દિવસ માટે જમ્મુમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું: તેજ વરસાદ સાથે તોફાન અને વીજળી પડવાની સંભાવના7:07 PM IST
ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: "રશિયા-ચીન દુશ્મનો છે: ચીનને રશિયાની ભૂમિ હડપ કરવી છે ! બંને દેશો વચ્ચે અંતર ઉભું કરવાની ભૂંડી ચાલ" અલાસ્કા સમિટ પછી અમેરિકી પ્રેસિડેન્ટની સટાસટી : રશિયા અને ચીન વચ્ચેના સંબંધોમાં સહકાર હોવા છતાં, સ્પર્ધા અને અવિશ્વાસ પણ છે: રશિયાની વિશાળ ભૂમિ અને ચીનની વધતી વસ્તી અને આર્થિક મહત્વાકાંક્ષાઓને કારણે બંને દેશો વચ્ચે ભૂ-રાજનૈતિક તણાવ રહે છે: ટ્રમ્પનું નિવેદન આ તણાવને ઉજાગર કરે છે: ખાસ કરીને જ્યારે ચીનની નજર રશિયાના પૂર્વીય સાઇબિરીયન પ્રદેશો ખૂંચવી લેવા ઉપર છે10:32 AM IST
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૮ થી ૯ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે આગામી ૨૪ કલાક માટે ’રેડ એલર્ટ' જાહેર કરેલ છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે: વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ: અંધેરી, કુર્લા, ચેમ્બુર, મિલન સબવે, ગાંધી માર્કેટ અને કિંગ્સ સર્કલ જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા: ૨ ના મોત : મુંબઈ પોલીસે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જ્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. આ વરસાદને કારણે ગુજરાતમાં પૂર, ભૂસ્ખલન અને ટ્રાફિકમાં અવરોધનું જોખમ છે.10:34 AM IST
આગામી સપ્તાહે ભારતીય શેરબજારની ચાલ નક્કી કરશે પાંચ મુખ્ય પરિબળો : GST સુધારાઓ, ટ્રમ્પ-પુતિન બેઠક અને US ફેડની નીતિઓ પર રહેશે નજર : લાંબા સમય બાદ ભારતીય બજારમાં તેજીનું વળતર : વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં સ્થાનિક સંસ્થાઓની ખરીદીથી બજારને મળ્યો ટેકો : વપરાશ આધારિત શેરોમાં જોવા મળી શકે છે તેજી4:29 PM IST
ભારતના ભાગલા માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર :NCERTએ નવો અભ્યાસક્રમ બહાર પાડ્યો : ઝીણાની પાકિસ્તાનની જીદ અને કોંગ્રેસના ઝૂકી ગયા પછી, લોર્ડ માઉન્ટબેટન પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં અંગ્રેજો દ્વારા ભારત છોડવાની પ્રક્રિયા જલ્દી પૂરી કરી: માઉન્ટબેટને ઉતાવળમાં આઝાદીની તારીખ બદલતાં લોકોમાં ખોટો સંદેશ ગયો, જેના કારણે ભાગલાની પ્રક્રિયામાં ગડબડ થઈ અને લાખો લોકો હિંસાનો ભોગ બન્યા2:40 PM IST
બિહારમાં B .tech થી લઈ BAMS સુધીની ડિગ્રીઓ વેચાઈ રહી છે: એજન્ટે કહ્યું- આ UPSC પરીક્ષા માટે માન્ય રહેશે: જજના પુત્ર માટે પણ બનાવી ! : 'એમ.ટેક, બી.ટેક, એલએલબી, બી.ફાર્મા, ડી.ફાર્મા, જીએનએમ, એએનએમ, બી.એડ, બીએએમએસ, બી.એસસી નર્સિંગ અને રેડિયોલોજિસ્ટ. જો તમારા ખિસ્સામાં ૩ થી ૧૦ લાખ રૂપિયા હોય, તો તમે આમાંથી કોઈપણ ડિગ્રી પ્રવેશ વિના, વર્ગો વિના, પરીક્ષા વિના, ઘરે બેઠા મેળવી શકો છો. તે પણ ફક્ત ૧૫ દિવસમાં.'2:40 PM IST
ગુજરાતમાં ચોમાસાનો ચમકારો: આગામી ૧૫ દિવસમાં ચાર લો-પ્રેશર સિસ્ટમ્સ સાથે અતિભારે વરસાદની આગાહી: સપ્ટેમ્બરમાં પણ વરસાદી દોર ચાલુ રહેવાની સંભાવના : બંગાળની ખાડીમાં સર્જાતી આ સિસ્ટમ્સની અસર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, અને તેલંગાણામાં પણ જોવા મળશે: આઈએમડીની આગાહી મુજબ, ૧૭ ઓગસ્ટ સુધી આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.1:33 PM IST
દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પર્વ જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી :મંદિરોમાં ભક્તોની ભારે ભીડ : અમદાવાદ-મુંબઇ સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ : દ્વારકાધીશજીના દર્શને ઠેકઠેકાણેથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :રાજકોટમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ12:25 PM IST
ભારતીય ચલણ પર મહાત્મા ગાંધી: આઝાદી પછી પહેલી પસંદગી કેમ નહોતા? જાણો ઇતિહાસની રોચક કહાની!: સત્ય, અહિંસા અને વિવિધતામાં એકતાના મૂલ્યોની અપાવે છે યાદ : આઝાદી પછીનો પ્રારંભિક ગૂંચવાડો: વિવિધ પ્રતીકોનો પ્રયોગ: 1969માં પહેલો દેખાવ: 1987માં મોટી શરૂઆત: 1996માં RBIએ 'મહાત્મા ગાંધી શ્રેણી'ની નોટો બહાર પાડી9:57 PM IST
અલાસ્કા સમિટ: રશિયા–યુક્રેન યુદ્ધના અંતની આશા, અભૂતપૂર્વ સલામતીવાળા વિમાનમાં થોડી જ વારમાં લાંબી ચાલનાર ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર વિશ્વની નજર: ટ્રમ્પે અલાસ્કા જતાં પહેલાં જણાવ્યું કે, "હું યુક્રેન માટે વાટાઘાટો કરવા નથી આવ્યો, પરંતુ તેમને વાટાઘાટોના ટેબલ પર લાવવા આવ્યો છું." : ઝેલેન્સ્કીએ આ મુલાકાતને યુરોપિયન સુરક્ષા અને યુક્રેન યુદ્ધની દિશા બદલી શકે તેવી ગણાવી કહ્યું કે આ બેઠક ન્યાયી શાંતિ તરફનો માર્ગ ખોલે અને રશિયા, યુક્રેન, અમેરિકા વચ્ચે નક્કર ચર્ચા થાય: ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ અને સુરક્ષાની ખાતરીની આશા વ્યક્ત કરી, અમેરિકા પર વિશ્વાસ દર્શાવ્યો10:04 PM IST
વિશ્વમાં ઠેર ઠેર સંઘર્ષ સર્જાતા જાય છે: સર્બિયામાં શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર તથા પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ મૂકવા સામે જબરજસ્ત વિરોધ દેખાવો: શાસક પક્ષના કાર્યાલયમાં મોટાપાયે તોડફોડ: બળ પ્રયોગ: અનેક ઘવાયા, અનેકની ધરપકડ: હજારો લોકો અને વિદ્યાર્થી સંઘો જોડાયા : સર્બિયાના નોવી સૅડ શહેરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તાઓએ શાસક પક્ષના કાર્યાલયમાં તોડફોડ કરી. આ ઘટના બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પ્રદર્શનનું કારણ, શાસક પક્ષની નીતિઓ અને સરકારી ભ્રષ્ટાચાર સામેનો રોષ હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો છે.10:34 PM IST
ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન: દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ : ઘાટસિલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રામદાસ સોરેને ઝારખંડ ચળવળમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ તેમની સાદગી અને જાહેર સેવાની છબીને કારણે લોકોમાં લોકપ્રિય હતા. તેમના નિધનથી રાજ્યના રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ .12:01 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતના કલાકારોને મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત નડ્યો : ગાયક કલાકાર સહીત ચાર લોકોના મોત :7 લોકોને ગંભીર ઇજા : મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના ગીત-સંગીત સાથે જોડાયેલા 20 કલાકારો કાશી વિશ્વનાથ ખાતે શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરી પરત ફરતા હતા : NH-46 પર એક ટ્રાવેલર મીની બસ ડિવાઇડર ઓળંગીને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ2:38 PM IST
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના નવા વસતી ગણતરી નિયામક તરીકે IAS અધિકારી સુજલ મયાત્રાની નિમણૂક : સચિવાલયમાં મહત્ત્વનો અમલદારી ફેરફાર : 2011 બેચના IAS અધિકારી સુજલ મયાત્રાને ગુજરાત, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ તરીકે જવાબદારી સોંપાઈ : 31 ડિસેમ્બર, 2025 સુધી રહેશે કાર્યરત3:24 PM IST
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યાને 15 વર્ષ વીત્યા છતાં શહેરને પોલીસ કમિશનર મળ્યા નથી : શહેરી વસ્તી અને વિસ્તાર વધવા છતાં સુરક્ષા વ્યવસ્થા અધૂરી : 2021-22ના બજેટમાં કમિશનર કચેરીની જોગવાઈ કરાઈ હોવા છતાં કાર્યક્ષેત્રની સીમાના વિવાદના કારણે નિમણૂક અટકી : રાજ્યના અન્ય 7 શહેરોમાં કમિશનરેટ કાર્યરત3:25 PM IST
સરકારી કચેરીઓમાં કર્મચારીઓ માટે બેઠક વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ : ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારનું ધ્યાન દોર્યું : જૂના સચિવાલય અને અન્ય બોર્ડ-કોર્પોરેશન કચેરીઓમાં કર્મચારીઓ તૂટેલી ખુરશીઓ પર કામ કરવા મજબૂર : ગંદકી અને ખરાબ સ્વચ્છતાથી કાર્યક્ષમતા પર અસર : કર્મચારી યુનિયનનો સવાલ - "આવી સ્થિતિમાં કેવી રીતે અસરકારક કામ કરી શકાય?"3:33 PM IST
ભરૂચ ના ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટના હવે હત્યાકાંડમાં ફેરવાઈ: રાજકીય અદાવતમાં હત્યા થયાનો ઘટસ્ફોટઃ ૩ શખ્સ ઝડપાયા : મુખ્ય સૂત્રધાર સરપંચ પતિ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો: ગત 13 ઓગસ્ટના રોજ શીયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રકે બાઈકસવાર ભોગીલાલ વસાવાને ટક્કર મારી હતી.11:56 PM IST
ગુજરાતમાં નવા વિજિલન્સ કમિશનરની શોધ શરૂ : વર્તમાન કમિશનર સંગીતા સિંહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાને આરે : ગૃહ વિભાગના પૂર્વ અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થશે : રાજ્ય સરકાર નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારીઓના નામો પર વિચારણા કરી રહી છે, જેઓ ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસનું નેતૃત્વ કરશે3:16 PM IST
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું નવું મોડેલ : શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમાર દ્વારા વિદ્યાર્થીઓનું 360-ડિગ્રી મૂલ્યાંકન કરતી પ્રગતિ કાર્ડ સિસ્ટમ શરૂ : ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને વ્યવહારનું સર્વાંગી મૂલ્યાંકન કરાશે : આ માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સહપાઠીઓના ઇનપુટનો ઉપયોગ થશે3:38 PM IST
સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા : ભેંસાણમાં 4 ઈંચ ખાબકયોઃ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે તો અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યોઃ ભારે વરસાદના કારણે આખું ગામ પાણી-પાણી10:46 PM IST
ગિરનારની પવિત્ર ધરા પર રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આત્મશુદ્ધિકર વિવિધ આરાધનાઓ અને પ્રેરણાઓ સાથે ઉજવાશે પર્યુંષણ મહાપર્વ : ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામુહિક જપ સાધના અને ભગવાન મહાવીર જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન9:43 PM IST
ચારણ જગદંબા આઈશ્રી રૂપલ માતાજીનો 35મો પ્રાગટ્ય દિવસ રામપરામાં ભક્તિભાવ સાથે ઉજવાયો : શિક્ષણ અને ગૌસેવા સહિતના કાર્યોનું લોકાર્પણ : રૂપલ ધામ ખાતે ગૌશાળાનું લોકાર્પણ અને યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરાયું : આઈ રૂપલ માઁ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેસના બાળકોને શિક્ષણ, સમૂહ લગ્ન અને વૃક્ષારોપણ જેવા અનેક સમાજ સેવાના કાર્યોનું સંચાલન3:06 PM IST
સાળંગપુરમાં પવિત્ર શ્રાવણ માસ- ગોકુલ આઠમ - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સિંહાસનને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર :શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી : પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે ડ્રાયફ્રૂટ મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો : શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ મટકી- ફુગ્ગાઓથી શુશોભન મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ10:54 AM IST
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો , એવું શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી8:17 PM IST
ધ્રોલના વાગુદડ ગામમાં ક્રુષ્ણ જન્મોત્સવ નિમિત્તે તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ ડો.રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સતત ૧૩ મા વર્ષે વિવિધ પ્રકારના ફલોટ્સ મુકાયા : ઉદઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ ગોવુભા જાડેજા (ડાડા) તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન મનસુખભાઈ ચભાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા 11:35 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST










































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































