<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

સૂર્ય રામપરા ગામે વાડીમાં ઢોર ચરાવવા મુકવાની ના પાડતાં વલ્લભભાઇ અને ભત્રીજા કેતન પર મહેશ અને ભાવેશ ગમારાનો ધોકાથી હુમલોઃ એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ કુવાડવા નજીકના અને એરપોર્ટ પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલા સૂર્ય રામપરા ગામે રહેતાં વલ્લભભાઇ દેવજીભાઇ કુમારખાણીયા (ઉ.વ.૫૧)ને પંદરમી ઓગષ્‍ટ-સાતમની સાંજે પોતાના ગામમાં વિઠ્ઠલભાઇ કુમારખાણીયાની દૂકાન પાસે હતાં ત્‍યારે ગામના જ મહેશ ભીખાભાઇ ગમારા, ભાવેશ ભીમાભાઇ ગમારાએ ઝઘડો કરી ગાળો દઇ પાવડાના હાથાથી હુમલો કરી માર મારતાં અને વલ્લભભાઇના ભત્રીજા કેતનભાઇ વચ્‍ચે પડતાં તેને પણ માર મારતાં બંનેને સારવાર લેવી પડી હતી. એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. કે. રાઠવાએ વલ્લભભાઇની ફરિયાદ પરથી બંને વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. વલ્લભભાઇની વાડીમાં મહેશ અને ભાવેશ તેના ઢોર ચરાવવા મુકી દેતાં હોઇ તે બાબતે તેને કહેવા જતાં ખાર રાખી હુમલો કરાયાનું તપાસમાં ખુલ્‍યું હતું.

(1:03 PM IST)