તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં રાત્રે 12 વાગ્યે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે
આજના જન્માષ્ટમીના દિવસે ભગવાનના ખાસ વાઘા બદલી ચાર પ્રહરની મહાઆરતી કરાઇ છે

ગીર-સોમનાથ: ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશ ભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે.
ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું તે સ્થળ એટલે ભાલકા તીર્થ. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પુજા-અર્ચન કરવામાં આવે છે.
આજના દિવસે ભગવાનના વાઘા બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રીના મહાઆરતી કરવામાં આવે છે. આ સાથે મટકીફોડ પણ કરવામાં આવે છે. ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે. પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે. જન્માષ્ટમીને રાત્રીના 12:00 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે. જેના દર્શનનો લાભ ભક્તોને મળશે તો ઓનલાઇન દર્શન પણ થશે. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પોતાનો દેહ ત્યાગ કરીને સોમનાથ ત્રિવેણી ઘાટથી ગૌલોક ધામ ગમન કર્યું હતું. પારધીના તિર વડે નિમિત્ત બની ભગવાને અહીંથી દેહ ત્યાગ કર્યો હતો. આજે વહેલી સવારથી જ ભાલકા તીર્થ ખાતે ભક્તોનો ઘસારો પણ જોવા મળ્યો છે અને વહેલી સવારે લોકોએ આરતીનો પણ લાભ લઈ સીમાડે દેશની સેવા કરતા સૈનિકો માટે પણ પ્રાર્થના કરી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
