News of Saturday, 16th August 2025
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો :
નરોડા, નોબલનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર, મેમકો, સૈજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભરે વરસાદ

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં નરોડા, નોબલનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર, મેમકો, સૈજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે વાડજ, ઇન્કમટેક્સ, નારણપુરા, નિર્ણયનગર અને અખબારનગર સહિતના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ નોંઘાયો છે. ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
