તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th August 2025
ડીલક્સ ચોક ફૂટપાથ પરથી અર્ધબેભાન મળેલા રમેશભાઇ વાઘેલાનું મૃત્યુ

રાજકોટઃ કુવાડવા રોડ ડીલક્સ ચોકમાં ફૂટપાથ પર એક યુવાન બીમારી સબબ અર્ધબેભાન થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાનું નામ રમેશભાઇ ઉકાભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) જણાવ્યું હતું. તેને સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. પરંતું સારવાર દરમિયાન રાત્રીના મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના એ. જી. પરમારે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. વાય. એન. મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:00 PM IST)










