Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ક્રિકેટ બોર્ડે કરારમાં રહેલા ખેલાડીઓને નાણાં ચુકવ્યા

કોરોના વાયરસ વચ્ચે ખેલાડીઓને રાહત અપાઈ : કોઇપણરીતે મદદરુપ થવા માટે પણ ક્રિકેટ બોર્ડ ઇચ્છુક

નવી દિલ્હી, તા. ૧૦  : મુશ્કેલના સમયમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કરાર કરાયેલા ખેલાડીઓની બાકીની રકમ ચુકવી દીધી છે. બીજી બાજુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, કોઇપણ ખેલાડીને મુશ્કેલ સમયમાં પરેશાનીમાં રહે તેવી કોઇપણ મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે. બીસીસીઆઈએ કહ્યું છે કે, પોતાના ખેલાડીઓને તમામ સુવિધાઓ યથાવતરીતે જારી રહેશે. ત્રિમાસિક બાકી રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. કોરોનાના પરિણામ સ્વરુપે ઉભી થયેલી અનિશ્ચિતતા છતાં કોઇને પણ પરેશાન થવાની તક મળશે નહીં. કોરોનાના કારણે હાલમાં વિશ્વના દેશોમાં હાહાકાર મચેલો છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ખુલ્લીરીતે કબૂલાત કરી છે કે, તેઓ પગારમાં કાપ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

               લોકોની મદદ કરવા માટે ઇચછુક છે. ઓસ્ટ્રેલિયામાં કેન્દ્રીય કરારની ઘોષણા ટાળી દેવામાં આવી છે જ્યારે ઇંગ્લેન્ડમાં પણ આ દિશામાં પહેલ થઇ રહી છે. બીજી બાજુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે મુશ્કેલ સમયમાં ખેલાડીઓની સાથે રહેવાની વાત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વિશ્વમાં સૌથી અમીર સંસ્થા તરીકે છે. બીજી બાજુ એવું જાણવા મળી રહ્યું છે કે, તમામ રમત-ગમતની સ્પર્ધાઓ મોકૂફ છે ત્યારે રમત-ગમતના ક્ષેત્રને ભારે નુકસાન થઇ રહ્યું છે. તમામ મોટી સ્પર્ધાઓ રદ થઇ ચુકી છે જેમાં ઓલિમ્પિકનો પણ સમાવેશ થાય છે. વિમ્બલ્ડન ટેનિસનું આયોજન પણ રોકી દેવામાં આવ્યું છે. એશિયા કપને લઇને પણ વાતચીત ખોરવાઈ ગઈ છે.

(7:44 pm IST)