Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આ કપરા સમયમાં આપણાં મમ્મી-પપ્પાને આપણી સૌથી વધારે જરૂર હોય છેઃ સચિન

મુંબઈ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસના આ વાતાવરણમાં કહ્યું છે કે આ સમયમાં આપણાં માતા-પિતાને આપણી સૌથી વધારે જરૂર હોય છે.   સચિને કહ્યું કે 'આપણને એક વ્યકિત બનાવવા માટે આપણા દ્યડતરમાં આપણાં મમ્મી-પપ્પાએ અગણિત પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. હું આજે જે કાંઈ પણ છું એ બનવામાં મારાં માતા-પિતાનો દ્યણો મોટો ફાળો છે. હાલના કપરા સમયમાં આપણાં માતા-પિતાને આપણી સૌથી વધારે જરૂર છે. આપણી જવાબદારી છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ. ' સચિને આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પરિવાર સાથે સમય વિતાવતો પોતાનો ફોટો પણ અપલોડ કર્યો હતો.

(4:07 pm IST)