Gujarati News

Gujarati News

  • ગોંડલમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો : અડધો કલાકથી વરસાદ ચાલુ : રાજકોટ જૂનાગઢ હાઇવે ઉપર રાજકોટ થી 40 કિલોમીટર દૂર આવેલ ગોંડલમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 8.15 વાગ્યે વરસાદ ચાલુ છે access_time 8:06 pm IST

  • હવામાન ખાતાના વડાશ્રી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ હરીહરેશ્વર અને દમણથી નજીક અલીબાગ વચ્ચે બપોરે ૧ થી ૪ વચ્ચે દરિયામાં ક્રોસ થશે ત્યારે મુંબઇ, થાણે અને તેને લાગુ મહારાષ્ટ્રના જીલ્લાઓમાં ૧૦૦થી ૧૨૦ કિ.મી. ની ઝડપે તોફાની પવન ફુંકાશે access_time 11:56 am IST

  • ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 8812 કોરોનાના કેસનો વધારો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2,07,183 કેસ નોંધાયા : 1,01,058 એક્ટિવ કેસ : 1,00,285 દર્દીઓ રિકવર થયા :વધુ 221 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 5829 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2287 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 72,300 થઇ : તામિલનાડુમાં નવા 1091 કેસ :દિલ્હીમાં 1298 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST