Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સાંસદ ધડુક અને માજી ધારાસભ્ય જયરાજસિંહને કોરોના કાળમાં ગંદુ રાજકારણ નહિ કરવા ટકોર કરતા બેંકના ડીરેકટર યતિશભાઇ દેસાઇ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ,તા. ૨૯ : હાલની વર્તમાન મહામારીની પરિસ્થિતીમાં કોઇ પણ પ્રકારનું રાજકારણ કરવું તેનાથી મોટુ કોઇ પાપ હોય શકે જ નહીં તે પરિસ્થિતીમાં ગોંડલના સાસંદ રમેશભાઇ ધડુક તથા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલની વર્તમાન પરિસ્થિતીની કબુલાતને અમારો સંપૂર્ણ ટેકો છે. એ પણ સત્ય છે ને મુખ્યમંત્રી પણ સરકારી અમલદારોના ભ્રષ્ટાચાર ગુજરાત સરકારના કઇ હદ સુધી ચાલે છે તે જાહેરમાં કબુલી ચુકયા છે ત્યારે તેમના નકશે કદમ ઉપર ગોંડલના આ મોટા ગજાના નેતાઓ ખરેખર ઉપવાસ આંદોલન ચાલુ કરવા ના હોય તો અમારો તમારી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની સંપૂર્ણ તૈયારી છે. સ્થળ અને સમય બતાવી આપજો સીસીટીવી કેમેરાની નીચે બેસવાની અમારી સંપૂર્ણ તૈયારી છે.

પરંતુ આ પરિસ્થિતીમાં રાજકારણને સ્થાયી ન હોય શકે ગોંડલ નાગરિકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ વલ્ખા મારી રહ્યા હોય. દવા-સારવાર માટે કાકલુદી કરી રહ્યા હોય ત્યારે આવી વાત આપને શોભાસ્પદ નથી બીજુ સાંસદ રાજકોટમાં ૧૦૦૦ બેડની હોસ્પિટલ બનાવવાની માંગણી કરી રહ્યા હોય ત્યારે આપ બંનેને ગોંડલની પ્રજાએ ખોબલે -ખોબલે મત આપેલ છે. રાજકોટની પ્રજાનું ધ્યાન રાખવા મુખ્યમંત્રી બેઠા છે. તદઉપરાંત આપના વિડીયો કલીપીંગમાં પણ નોડલ ઓફિસર આપનો ફોન ન ઉપાડતા હોય તો સામાન્ય માણસ કોને ફોન કરશે ? હાલ ગુજરાતની પ્રજા પોતાનો જીવ બચાવવા માટે ભાજપના શરણે જવું પડે તે હદની પરિસ્થિતીમાં આ પ્રકરણની ખરી હકીકત નોડલ ઓફિસરએ પ્રજા સમક્ષ મુકવી અત્યંત જરૂરી છે. તેમ ગોંડલ નાગરિક બેંકના ડીરેકટર યતિશભાઇ દેસાઇએ લેખીતમાં જણાવેલ છે.

(11:37 am IST)