Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોડીનાર ના વેલણીની પરિણીતા સંતાનોને મુકી રૂા ૨૩ હજાર રોકડા અને સોનુ લઇ ઘરેથી નાસી ગઇ

કોડીનાર તા ૧૬ :  તાલુકા વેલણી ગામની ૩૨ વર્ષીય પરીણીતા બ ેસંતાનોને ભગવાન ભરોસે મુકી ઘરેથી રૂા ૨૩૦૦૦/ રોકડા અને સાડાત્રણ તોલાના સોનાના દાગીના લઇને છુમંતર થઇ ગયાની અરજી પરીણીતા ની સાસુએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વેલણ ગામના સોનાબેન નાગાભાઇઁ રાઠોડે કોડીનાર પોલીસમાં પાઠવેલી રજુઆતમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર જેશીંગભાઇ રાઠોડ હાલ પોરબંદર મુકામે માછીમારીનો ધ઼ધો કરતો હોય, ગત તા.૧૪/૧ ના રાત્રીના તેમની પુત્ર વધુ  પ્રભાબેન ઉ.વ. ૩૨ ઘરે કોઇન ેકઇ પણ કહયા વગર તેમની સગીર વયની પુત્રી   શિવાની ઉ.વ.૬ અને પુત્ર દક્ષ ઉ.વ.૪ ને તરછોડી ઘરેથી રૂા ૨૩૦૦૦/- રોકડા  અને અંદાજે સાડા ત્રણ તોલા ના સોનાના દાગીના લઇ ચલ્યા જતા તેમની શોધખોળ કરવા છતા પણ મળી આવેલ ન હોય અને  પ્રભાબેન તેમના પિતાના ઘરે પણ પહોંચેલ ન હોય અગાઉ પણ પ્રભાબેન અવારનવાર કોઇને  જાણ કર્યા વગર ઘરેથી જતા રહેતા હોવાનું જણાવી આ અંગે ધોરણસરની યોગ્ય કાર્યવાહી કરવા સોનાબેન રાઠોડે જણાવ્યું છેે.

(1:00 pm IST)