Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

માળીયા હાટીનાની ગીરનાર હાઇસ્કુલમાં રંગેચંગે ગેટ ટુ ગેધર કાર્યક્રમ સંપન્ન

માળીયા હાટીના, તા., ૧૫: અહીની ગીરનાર ગેટ ટુ ગેધર કાર્યક્રમ ધામધુમથી યોજાયો. માળીયા હાટીના આગાખાન ટ્રસ્ટ સંચાલીત શ્રી ગિરનાર હાઇસ્કુલમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ ખુબ જ ધામધુમથી યોજાયો હતો. વિદેશથી આવેલા રજીયાબેન નાથાણી સહીતના મહેમાનોનું બેન્ડ પાર્ટી સાથે અને સાંસ્કૃતિક રાસ મણીયાર રાસની રમઝટ બોલાવી ભવ્ય સ્વાગત કરેલ હતું એજયુકેશનના પ્રખ્યાત નિષ્ણાંતોએ જણાવેલ હતું કે માળીયાની આ ગિરનાર હાઇસ્કુલ નમુનેદાર બને એવા અમારા પ્રયાસો છે.

શાળાના વિદ્યાર્થીઓના કાર્યક્રમો જોઇને ખુબ જ પ્રભાવીત થયા હતા. શાળાના તમામ કલાસ અને હોસ્ટેલના તમામ રૂમો શણગારેલા જોઇને વિદેશના મહેમાનો પ્રભાવીત થયા હતા.

શાળાના પ્રમુખ નલીનભાઇ ભાનવડીયા, પ્રિન્સીપાલ અશોક શર સિંડે તથા તમામ ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રદર્શન વિજ્ઞાન મેળા જેવા કાર્યક્રમો યોજાયેલ.

(12:55 pm IST)