Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ રામરહીમ ચેલેન્જ ટ્રોફીમાં મુંબઇ ઇન્ડિયન્સ ઇલેવન વિજેતા

ધ્રાંગધ્રા તા.૧૬ : ધ્રાંગધ્રા ખાતે રામ રહીમ ચેલેન્જ ટ્રોફી દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્ના. ૨૦૧૮ની ફાઇનલ મેચ મુંબઇ ઇન્ડિયન્સ ઇલેવન અને ભુરેલાલ ટેસ્ટી ઇલેવન વચ્ચે યોજાઇ. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ ઇલેવન વિજેતા બની જેની ટ્રોફી દસાડા લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીના હસ્તે વિજેતા ટીમને આપવામાં આવી. આ કાર્યક્રમ ધ્રાંગધ્રા ન.પા.ના પ્રમુખ ધીરૂભા પઢીયારના પ્રમુખ સ્થાને અને શિરસ્તેદાર એ.ડી.વાઘેલાના અતિથિવિશેષપદે અને ખાસ આમંત્રીત મહેમાન કુલદિપસિંહ ઝાલા અને ખાસ અતિથિમાં ધ્રાંગધ્રા ન.પા. કારોબારી ચેરમેન રફીકભાઇ ચૌહાણ તથા સીટી પોલીસ ઇન્સ્પેકટર ખુમાનસિંહ વાળા અને ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઇ ગેડીયા તેમજ ધ્રાંગધ્રા તા.પં.ના પૂર્વ પ્રમુખ સનતભાઇ ડાભી અને બીપીનભાઇ પરમાર ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો અને વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ અને ગણ્ય માન્ય વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ. અત્યંત રોમાંચકારી આ મેચમાં અંદાજે ૧૦ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.  આ માટે રામ રહીમ ચેલેન્જ ટ્રોફીના આયોજક એવા ચેતનભાઇ ચૌહાણ અને વિનોદભાઇ છાસીયા, ભાણાભાઇ વાણંદ (સુધરાઇ સભ્ય), બળદેવભાઇ સાગઠીયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(12:49 pm IST)