Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પોરબંદર ટી.પી.ની મીટીંગમા નિયમ વિરૂદ્ધ પરવાનગી ન અપાય તે જોવા કલેકટરને રજૂઆત

પોરબંદર, તા. ૧૬ : ન.પા. ટાઉન પ્લાનીંગમાં મંજૂર થયેલા ગેરકાયદેસર પ્રકરણોને મનાઇ હુકમ આપવા બાબતે કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

નગરપાલિકાની ટાઉન પ્લાનીંગની આગામી મીટીંગમાં ગેરકાયદેસર પ્રકરણોને નિયમ વિરૂદ્ધ પરવાનગીઓ આપવામાં આવશે તે બાબતે અગાઉ રજુઆત કરી હતી કે બહુમતીથી મંજુર કરી અને જે પ્રકરણમાં નગર નિયોજક, ચીફ ઓફીસર, પ્રાંત અધિકારી અસહમત હોય તેવા નિયમ વિરૂદ્ધના જે પ્રકરણનોને ટાઉન પ્લાનીંગ કમીટીએ માત્ર બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવે છે. તે તમામ પ્રકરણોને મનાઇ હુકમ માટે મીટીંગ મળ્યાના બીજા જ દિવસે કલેકટરશ્રી સમક્ષ મોકલી આપવા ચીફ ઓફીસરને સુચના આપવા અગાઉ પણ રજુઆત કરી હતી, પરંતુ ચીફ ઓફીસરે ટાઉન પ્લાનીંગની મીટીંગમાં બહુમતીના જોરે લીધેલ ગેરકાદયેસર નિર્ણય ઉપર શેરો મારીને બાંધકામ વિભાગને મંજુરી માટે ઇશ્યુ કરવા ફોરવર્ડ કરે તેવી શકયતાઓ છે અને નિયમ વિરૂદ્ધના ગેરકાયદેસર મંજૂર કરાયેલ પ્રકરણો ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની સહીથી નગરપાલિકાના બાંધકામ વિભાગ મંજૂરીઓ ઇશ્યુ કરી આપે છે.

આવા બહુમતીના જોરે મંજુર કરાયેલ નિયમ વિરૂદ્ધના કોઇપણ પ્રકરણને ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેનની સહીથી મંજુરી પત્ર ઇસ્યુ નહીં કરવા નગરપાલિકાને સુચના આપવા રજૂઆતમાં જણાવેલ છે.

(12:48 pm IST)