Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ફોટો જર્નાલીસ્ટ ભાટી એનને મુંબઇમાં બે એવોર્ડ એનાયત

વાંકાનેર :.. યુનાઇટેડ-નેશન્સ યુનિવર્સિટી ફોર ગ્લોબલ પીસ, યુ. એસ. એ. દ્વારા ગુજરાતના એકમાત્ર ભાટી એનની તસ્વીર કલા, નેઇલ પેઇન્ટિંગ, લેખક, કવિને સમાજ સેવકને બે-બે એવોર્ડ, હું મન એકિસલેન્સી ગોલ્ડન એવોર્ડ અને ગ્લોબલ પીસ એવોર્ડ અને મેડલ આપી ર૦૧૮ ના વર્ષ માટે નોમિનેટ થયા હતા અને મુંબઇની બેટર હોમ હોટલ ઇન્ટરનેશનલના હોલ ખાતે સન્માન સમારોહ યોજાય ગયો. તેમાં યુનાઇટેડ નેશન્સના ગર્વનર ચીફ ડો. મધુકિશન અને ફિલ્મી દુનિયા મશહુર પ્રોડયુસર - ડાયરેકટર સતિષ કૌશીક (મીસ્ટર ઇન્ડીયાવાળા), જાણીતા પીઢ પત્રકાર અભય મોકાસી, ડો. પ્રવિણ ભાટીયાના હસ્તે બન્ને એવોર્ડ મેડલ આપવામાં આવેલ. આ પ્રસંગે યુનાઇટેડ નેશન્સના ગર્વનર ચીફ મધુકિશને શાંતીનો સંદેશ આપેલ અને ભાટી એન (મો. ૯૮રપ૬ ૩૬૦૪૦) ની તસ્વીર કલાને સેલ્યુટી કરી બિરદાવેલ.

(12:42 pm IST)