Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભાવનગરમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગઃ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લીધી

પ્લાસ્ટીકનો માલ આગમાં ભસ્મીભૂત : પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઇ

ભાવનગર, તા. ૧૬ : ભાવનગરના આનંદનગર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં વણકરવાસમાં આવેલ સુરેશભાઇ ડાયાભાઇ રાઠોડના પ્લાસ્ટીકના કારખાનામાં કોઇ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી. આગની ઘટનામાં પ્લાસ્ટીકનો માલ સામાન સહિતની વસ્તુઓ આગમાં ભસ્મીભૂત થઇ ગઇ હતી.

(10:14 am IST)