Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભાવનગર : બેકારીથી કંટાળી કમલેશ ગોલેતર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

ભાવનગર, તા. ૧૬ : ભાવનગરમાં બેકારીથી કંટાળી જઇ યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

શહેરના રૂવાપરી રોડ જય જલારામ સોસાયટીના બ્લોક નં. રપ રૂમ નં. ૧૭૩માં રહેતા અને છુટક ઇલેકટ્રીકનું કામ કરતા કમલેશભાઇ રમણીકભાઇ ગોલેતર ઉ.વ.૩પ ને છેલ્લા કેટલાક સમયથી કોઇ કામ-ધંધો નહિ મળતાં આર્થિક ભીંસથી કંટાળી જઇ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

(10:12 am IST)