Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

જામનગરના મહિલા ડ્રગ ઇન્સસ્પેક્ટરને પાંચ હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

વિઝીટ બુકમાં ખોટી હેરાનગતિ થાય તેવી નોંધ નહિ કરવા લાંચ માંગી

જામનગર: શહેરમાં હોલસેલ દવાની મેડીકલ એજન્સી ધરાવનાર એક વ્યક્તિ પાસેથી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવાના રૂપિયા પાંચ હજાર લેતા મહિલા ડ્રગ ઇન્સસ્પેક્ટર કિરણ એન. ઉનડકટ એસીબીના છટકામાં રંગેહાથ પકડાઈ ગયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ જામનગરમાં હોલસેલ દવાની મેડીકલ એજન્સી ધરાવનાર એક વ્યક્તિ પાસેથી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવાના રૂપિયા પાંચ હજાર ડ્રગ ઇન્સસ્પેક્ટર કિરણ એન. ઉનડકટ દ્ધારા માંગવામાં આવ્યા હતા. ગઈ તારીખ ૧૧ના રોજ તેમણે વિઝીટ કરી વિઝીટ બુકમા ખોટી હેરાનગતી થાય તેવી નોંધ નહી કરવા આ માગણી કરી હતી. જેમાં ફરીયાદીએ આજે બપોરના સમયે આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદી લાંચની આ રકમ આપવા માંગતા નહિ હોવાથી તેમણે એસીબીમાં ફરીયાદ કરી હતી.

   આ ફરિયાદના આધારે આજે એસીબી દ્ધ્રારા જામનગરમાં વર્ગ-૨ના અધિકારી ડ્રગ ઇન્સ્પેકટર સામે લાંચ માટે છટકું ગોઠવાયુ હતું જેમાં જામનગર ખાતે ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ સામે પંચેશ્વર ટાવર રોડ પર ફરીયાદી પાસેથી રૂપિયા ૫,૦૦૦ની લાંચની રકમ માંગીને તે સ્વીકારતા પકડાઇ ગયા હતા

  જાણવા મળ્યા મુજબ મૂળ રાજકોટના વતની એવા કિરણ ભગવાનજી સવજાણીના લગ્ન નીલેશ ઉનડકટ સાથે થયા હતા. ત્યારબાદ તેઓ જામનગરમાં સરકારી વસાહત ખાતે ડી-૪માં રહે છે. જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.કે.વ્યાસ તથા જામનગર અને રાજકોટ એ.સી.બી.સ્ટાફ દ્ધ્રારા આ ટ્રેપ કરવામાં આવી હતી

(8:38 pm IST)