Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગરમાં ડ્રોનથી આઠ પકડાઇ ગયા

જામનગર તા. ૧૦ :.. ડ્રોન કેમેરામેનની મદદ દ્વારા ડ્રોન કેમેરાથી નીરીક્ષણ કરાવતા અમુક ઇસમો જાહેરમાં એક જગ્યાએ એકઠા થઇ જાહેરનામાનો ભંગ કરતા આઇ. પી. સી.કલમ ર૬૯, ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સને ર૦ર૦ ના કાયદાની કલમ પ૧ (બી) મુજબની કાર્યવાહી કરેલ છે.

ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે જાહેરમાંથી (૧) અસ્મતઅલી કાસમમીયા બુખારી રહે. રીલાયન્સ પંપ પાછળ રવી પાર્ક સંજરી ચોક પાસે (ર) પરેશભાઇ જયંતીભાઇ રાઠોડ રહે. રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આદિત્ય પાર્ક એ.૬, (૩) કનુભાઇ શીવાભાઇ રાબા રહે. રાધે ક્રિષ્નાપાર્ક શકતી ડેરી વાળી ગલી (૪) એજાજ સતારભાઇ મીનાણી રહે. વાંજાવાસ રીલાયન્સ પંપ પાછળ મીનાણી પાન સેન્ટરની બાજુમાં નાગનાથ ના નાકા પાસે જાહેરમાંથી (૧) અનવરભાઇ હબીબભાઇ લાકડીયા રહે. ગોમતીપુર રામભાઇ ગઢવીના ડેલામાં (ર) રમેશભાઇ દેવસીભાઇ ચીત્રોડા રહે. ગુલાબનગર રાજપાર્ક રંગમતી શેરી નં. ૩, (૩) હીરાભાઇ જેઠાભાઇ પરમાર રહે. ગુલાબનગર રાજપાર્ક શેરી નં. ૩, (૪) અલાઉદીન નુરમામદભાઇ કોચલીયા રહે. ગુલાબનગર તાળીયા હનુમાનજીના મંદિરની પાસે વાળાઓને પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. જે. વી. રાઠોડ તથા પો. સબ. ઇન્સ. કે. વી. ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ વેગડ, રવીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા, કીશોરભાઇ પરમાર, અમીતભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, જયદીપભાઇ ગોહીલ તથા અજયભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(12:04 pm IST)