Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ટંકારા તાલુકાના વિકાસ અધિકારી ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીઝમાં રહેલ મજૂરોની સંભાળ લીધી

ટંકારા તાલુકાના વિકાસ અધિકારી એન એમ એમ તરખાલા દ્વારા ટંકારા તાલુકાના ગામડાઓમાં રહેતા મજૂરો તથા ઈન્ડસ્ટ્રીઝમાં રહી મજૂરોની જાત તપાસ કરી સાર સંભાળ લીધેલ. કોરોનાવાયરસની મહામારી ને કારણે lockdown છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી એન. એમ.તરખાલા દ્વારા ભુત કોટડા ,હરબટીયાળી, હરીપર ,જીવાપર, નેકનામ ,હમીરપર ,ગણેશપર ગામડાઓની મુલાકાત લીધેલ. કારખાનાઓમાં , જીન ,ઓઈલ ફેકટરીઓ માં મજૂરોની પૂછપરછ કરેલ.

ટંકારા તાલુકા ની ની મોટી ઇન્ડસ્ટ્રીઝ, એકોડપોલિપેક, લેકસ પોલિપેક , phonomax ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ., સ્લોગન પોલિપેક વેલ્નેસીયા રબબર, આરાધના ઓઈલ વગેરેની મુલાકાત લીધી તમામ મજૂરોને વન ટુ વન રાસન , ભોજન આરોગ્ય અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળે છે તે અંગે જાણકારી મેળવેલ. મજૂરોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે જોવા માટે માલીકોને અપીલ કરેલ.

(11:59 am IST)