Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભાવનગર રેન્જ આઇજી યાદવે ગારીયાધાર શહેર-તાલુકાની બોર્ડર-ચેક પોસ્ટ તપાસી

ગારીયાધાર તા.૧૦: ગારીયાધાર શહેરમાં ગઇકાલે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમના દ્વારા પોતાના પોલીસ કાફલા દ્વારા મુલાકાત લેવામાં આવી છે.

આઇ.જી. યાદવ દ્વારા ગારીયાધાર તાલુકામાં આવેલી ભાવનગર-અમરેલી જીલ્લાની બોર્ડની ચેક પોસ્ટ મોટા ચારોડીયા ગામે મુલાકાત લેવાઇ હતી. તેમજ સુખપર, પરવડી તાલુકાની ચેક પોસ્ટની મુલાકાત લેવામાં આવી હતી. જયારે આઇજી દ્વારા ગારીયાધાર શહેરના મુખ્ય માર્ગ પર વિશાળ પોલીસ વાહનો સાથે પસાર થઇ ગારીયાધાર પોલીસ મથકે પહોંચી જરૂરી સુચનાઓ અપાઇ હતી.

જયારે આઇજી સાથે આર.આર.સેલ, એસ.ઓ.જી., એલ.સી.બી., ડી.વાય.એસ.પી. રાઠવા, પી.એસ.આઇ. જે. પી. ચૌધરી અને પંડયા સહિત વિશાળ પોલીસ કાફલો જોડાયો અને સતત ડ્રોન કેમેરા સાથે નિરીક્ષણ કરાયુ હતું.

(11:55 am IST)