Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગર શ્રી જલારામ મંદિરે આરતી-દર્શન-થાળ નો લ્હાવો લેતા સાંસદ પૂનમબેન જામનગર

  શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા ના સેવાયજ્ઞને સંસદસભ્ય પૂનમબેન માડમએ બિરદાવ્યો હતો તેમજ શ્રી જલારામ મંદિરે આરતી-દર્શન-થાળ નો લ્હાવો લીધો હતો જામનગર પાસે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના નેજા હેઠળ,હાલની કોરોનાની મહામારીના પ્રકોપ વખતે હાપા તેમજ જામનગરના જુદા જુદા વિસ્તારોના હજ્જારો જરૂરીયાતમંદ લોકોને બે ટંક ભોજન વિતરણ કરવાનો સેવાયજ્ઞ અવિરત છે તેની મુલાકાત લઇ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ- સ્વયંસેવકોને બિરદાવી સૌ સેવાભાવીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર આયોજનબદ્ઘ વ્યવસ્થાને બિરદાવીને સેવાકાર્યમાં ભાગ લીધો હતો અને પૂજય જલારામ બાપાના ચરણોમાં વંદન કરી, સૌ ઉપર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:50 am IST)