Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ધોરાજી : વડોદરાના આહિર પરિવારના પુત્રની બચતની રકમ રાહતફંડમાં આપી

ધોરાજી તા.૧૦ : કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાત રાજય ના મુખ્યમંત્રી દ્વારા દેશના નાગરિકોને ફંડ માટે અપીલ કરવામાં આવી છે જે અપીલ ને લોકોએ સ્વીકારી છે અને અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા બની શકે એટલું ફંડ આ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે આપ્યું છે. લોકો પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ફંડ આપી રહ્યા છે.

ઙ્ગધોરાજી તાલુકાના વડોદર ગામેઙ્ગ રહેતા એક પરિવાર દ્વારા એમની લાડલી પુત્રીનો જન્મદિવસ આ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે એમના જન્મદિવસની ઉજવણી પર થતો ખર્ચ શ્રી મુખ્યમંત્રી રાહત નિધિમાં રાજી ખુશીથી અપર્ણ કર્યો.શ્રી જયેશભાઈ ડાંગર ની દીકરી શ્રી હરમીત ડાંગરનો આજે ૦૬ ઠો જન્મદિવસ હોવાથી એમના પરિવારે નક્કી કર્યું કે હાલમાં દેશમાં ખૂબ જ વિકટ અને ગંભીર સ્થિતિ છે તે જોતા એમની લાડલી દીકરીના જન્મદિવસનો ખર્ચ દેશની મદદ માટે આપવાનું નક્કી કર્યું.ઙ્ગ

શ્રી હરમીત ડાંગર નું કહેવું છે કે મને પણ ઘણી ખુશી છે કે મેં આવા સમય પર અને આટલી નાની ઉંમરે હું દેશની સેવા માટે કંઈક કરી શકી...લોકો માટે કંઈક કરી શકી. મારા પાસે જે કઈ ગલાનું વાર્ષિક ફંડ એકઠું થયું હતું એ મેં દેશને જરૂરી સમયે આપી શકી. આમ એમના જન્મદિવસ પર ગલામાં એકઠી થયેલ બચત મુખ્યમંત્રી રાહત નિધિમાં ૫૧૦૦ /- રૂપિયાનો ચેક અધિક કલેકટર શ્રી ને આજે અપર્ણ કર્યો હતો અને પ્રેરણાદાયી આટલી નાની ઉંમરે દીકરી શ્રી હરમીત ડાંગર અને એમના પરિવાર દ્વારા ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.

(11:50 am IST)