Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંકટ સામે આરોગ્ય વિભાગમાં ૧૦૦૮ કર્મીઓની ખડે પગે સેવા

દેવભૂમિ દ્વારકા,તા.૧૦:જિલ્લાના આરોગ્ય વિભાગના કુલ ૧૦૦૮ કર્મયોગીઓ લોકોની રાત દિવસ સેવાઓ કરવા માટે ખડેપગે કામગીરી કરી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયેલ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રાજય સરકારની તમામ સુચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણ અને તેના લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ અંગેની તમામ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગના ૧૦૦૮ કર્મચારીઓ કામગીરી કરી રહિયા છે. જેમાં તાલુકા વાર ખંભાળીયા તાલુકામાં કુલ ૩૨૩ કર્મયોગીઓ, ભાણવડ તાલુકામાં ૨૦૭, દ્વારકા તાલુકામાં ૧૩૫, કલ્યાણપુર તાલુકામાં ૨૯૮ અને જિલ્લા આરોગ્ય વિભાગમાં કુલ ૪૫ જેટલા આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ કોરોના વાઇરસને અટકાવા માટે કામગીરી કરી રહ્યા છે.

(1:11 pm IST)