Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઉપલેટામાં આજથી બહાર નિકળવાનુ યોગ્ય કારણ ન જણાવી શકતા લોકોની ધરપકડ, વાહનો ડીટેઇન કરવા પોલીસ સાદા ડ્રેસમાં નિકળશે

 કોરોના સામેના લોકડાઉનને બે દિવસથી ખૂબ જ કડક અમલવારી શરૂ કરી છે.  અહીંયા  ઈન્ચાર્જ પી.આઇ.વી.એમ.લગારીયાએ માહીતી આપતા જણાવેલ છે કે આજથી ઘરની બહાર નિકળતા લોકો યોગ્ય કારણ નહી જણાવે તો તેની  ધરપકડ અને વાહનો ડીટેઇન અને પોલીસ કે પોલીસના વાહનો જોઇ ગલી નાકે  ઉભેલા  ટોળા ભાગી જાય છે. તેના માટે  આજથી પોલીસ સાદા ડ્રેસમાં આવી ધરપકડ કરશે અને આવા  તત્વો ઉપર ડ્રોન કેમેરાથી નજર પણ રાખવામાં આવશે તેવું અંતમાં જણાવેલ છે.

(11:49 am IST)