Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દ્વારકાના કુરંગાની સીમમાં હત્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગાની સીમમાં યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કુરંગાની સીમમાં વાલા રાયમલ નામના દલિત યુવકની માથામાં બોથડ પદાર્થના ઘા મારીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતાં.

આ બનાવ અંગે જાણ થતા ડીવાયએસ, એલસીબી, એસઓજી, સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે અને હત્યા કરનારાની શોધખોળ હાથ ધરાઇ છે.

ર દિવસ પહેલા કલ્યાણપુરમાં હત્યાનો બનાવ બન્યા બાદ આજે ૩ દિવસમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે.

(4:06 pm IST)