Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ફેરફૂદરડી...

જામનગર : કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નિર્મલાબેન કામોઠીનો ભાજપનો ખેસ પહેરેલ ફાઇલ ફોટો. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહિલા અગ્રણી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. 

થોડા દિવસ પહેલા રપ જાન્યુઆરીના રોજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નિર્મલાબેન કામોઠી ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે અને આજે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યુ છે.

(3:27 pm IST)