Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આઠ માસથી ફરાર જુનાગઢનો રબારી શખ્સ દવાખાને દવા લેતા આવતા ઝડપાય ગયો

જુનાગઢ તા.૬ : નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી.જાડેજા જુનાગઢ વિભાગત થા પો. સબ. ઇન્સ. પી.જે.બોદર કે.એસ. ડાંગર સી ડીવીઝન પો. સ્ટે. જુનાગઢના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. મેહુલભાઇ મકવાણા, તથા પો. કોન્સ. ભગવાનજીભાઇ વાઢીયા, અમરાભાઇ ભીંટ, કરણસિંહ ઝણકાત, ભાવિકભાઇ કોદાવાલા તથા ગુન્હા નિવારણ સ્કોડના પો. કોન્સ. ગોવિંદભાઇ પરમાર, સંજયસિંહ સિસોદીયા, ચેતનસિંહ સોલંકી, પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો. કોન્સ. ગોવિંદભાઇ પરમાર પો. કોન્સ. સંજયસિંહ સિસોદીયાને હકિકતને મળેલ કે જુનાગઢ સી ડીવઝિન પો. સ્ટટે.  પાર્ટ સી. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦ ૪ર૦૦૯પ૮-ર૦ર૦ પ્રોહી એકટ કલમ ૬પ-ઇ, ૮૧, ૧૧૬ (બી), ૯૮(ર), મુજબના પ્રોહીબીશન ગુનાના કામે તથા સી ડીવી પો. સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૦૪ર૦૦૯૭૦ - ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩પ૪ (એ) ૩ર૩, ર૯૪ (ખ) પ૦૬ (ર) જી.પી.એકટ કલમ ૧૩પ મુજબના મારા મારીના એમ બંને ગુન્હાના કામે પકડવાની બાકી આરોપી રામો ઉર્ફે જેરામ દેવરાજભાઇ કોડીયાતર રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી વાળો પોતાની ધરપકડ ટાળવા છેલ્લા આઠેક માસથી નાશતો ફરતો હોય અને સદરહુ આરોપી ગાંધીગ્રામ પીએચસી સેન્ટર સીન્ધી સોસાયટીમાં દવા લેવા આવતો હોય અને મજકુર ઇસમની વોચમાં ગાંધીગ્રામ સીંધી સોસાયટીમાં હતા. દરમિયાન ચાલીને આવતો હોય મજકુરને ધોરણસર અટક કરવા કાર્યવાહી કરી હતી.

(12:56 pm IST)