Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઉપલેટા પાલિકાના પ્રમુખ તરીકે મયુરભાઈ સુવા ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા કારોબારી ચેરમેન તરીકે જેન્તીભાઈ ગજેરાઃ બિનહરીફ ચુંટાયા

ભાજપના આગેવાનો કાર્યકરોની વિશાળ હાજરીમાં ઢોલનગારા સાથે વિજય સરઘસ

(જગદોશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૬: નગરપાલીકા કચેરી ખાતે ડેપ્યટી કલેકટરશ્રી મિયાણી અને મામલતદારશ્રી મહાવદીયાની હાજરીમાં મળેલ જનરલ મિટીંગમાં પ્રમખ તરીકે મયુરભાઇ સુવા અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડીયા અને કારોબારી ચેરમેન તરીકે જયંતિભાઇ ગજેરા બિનહરીફ ચુટાતા જીલ્લા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો કાયેંકરો અને ન.પા.ના સદસ્યોએ ત્રણેયનુ સ્વાગત કરેલ હતુ.

ન.પા. કચેરીએ થી એક વિશાળ વિજય સરદ્યસ ડીજે અને ઢોલ નગારા સાથે નિકળેલ જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાયેંકરો ટેકેદારો જોડાયા હતા આ સરઘસ નાગનાથ ચોક, નટવર રોડ, જીકરીયા ચોક, ગાંધી ચોક, રાજમાગેં, બસ સ્ટેન્ડ ચોક, સુવા પ્લોટ સહીત મુખ્ય મુખ્યમ માર્ગો ઉપર ફરેલ તે દરમ્યાન તમામ જગ્યાએ જુદા જુદા સમાજના આગેવાનો સામાજીક ધામિંક સેવાકીય અને સામાજીક સંસ્થાઓના હોદેદારોએ ત્રણેયનુ હાર તોરા કરી સ્વાગત કરેલ અને કાયેંકરોએ ફટાકડા ફોડી આનંદ મનાવેલ હતો.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, જીલ્લા ભાજપના કિશોરભાઈ શાહ, તથા મહામંત્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, પુર્વે પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજાભાઈ સુવા, (નિતીનભાઇ અઘેરા, પરાગભાઇ શાહ, જીલ્લા બેંકના ડીરેકટર હરીભાઈ ઠુંમર (ભોલે), સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, કનુભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, હરસખુભાઈ સોજીત્રા, જીજ્ઞેશ ડેર, ગજેન્દ્રભાઇ કોઠડીયા, રાજનભાઇ સુવા, કિરીટભાઈ પાદરીયા, મહાવીરસિંહ વાળા, જયેશભાઈ ત્રિવેદી, જગુભાઈ સુવા, રાજશીભાઇ સોલંકી, ચિરાગભાઈ ચાવડા સહીતના આગેવાનો ટેકેદારો પત્રકારો સહીતનાઓ જોડાયા હતા. (તસ્વીર ભોલુ રાઠોડ- ઉપલેટા)

(11:56 am IST)