Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભેંસાણ માર્કેટ યાર્ડના કર્મચારીનું બરવાળાથી અપહરણ કરી વિસાવદર પાસેના આશ્રમમાં મૂકી દેવાયા

સુરત સ્થિત પુત્રે પ્રેમલગ્ન કરેલ હોઇ યુવતિને પાછી લાવવા બનેલી ઘટના : બગસરાના હડાળાના ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી ગણત્રીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

જૂનાગઢ તા. ૬ : ભેસાણ તાલુકાના બરવાળા ગામે રહેતા અને ભેસાણ માર્કેટ યાર્ડ ખાતે નોકરી કરતા ગાંગજીભાઈ કેશુભાઈ ગોંડલીયા પટેલ ઉવ. ૫૪નું છ થી સાત અજાણ્યા ઈસમો દ્વારા ગાડીમાં અપહરણ કરી, લઈ જતા, તેમના પત્ની હંસાબેન દ્વારા ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, તેઓની અપહરણની ફરિયાદ નોંધી, તાત્કલીક ભેસાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા બરવાળા ગામ ખાતેથી અપહરણ થયેલ ગાંગજીભાઈ પટેલની તપાસ બનાવની ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં અપહૃત ને છોડાવવાની પ્રાથમિકતા સમજી પહેલેથી જ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, ટેકનિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલું તથા સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમ બનાવી, સોંપવામાં આવેલ હતી.

જુદી જુદી તપાસ ટીમો દ્વારા પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અપહૃત ગાંગજીભાઈ પટેલનો મોટો દીકરો હરેશ સુરત ખાતે એમ્બ્રોઇડરી વર્કનું કામ કરતો હોય અને દોઢેક માસ પહેલા સુરત વરાછા ખાતે રહેતા સવજીભાઈ મંગાભાઈ સરસિયા ભરવાડની દિકરી ધારા સાથે પ્રેમલગ્ન કરેલ હોઈ, તેને પાછી લાવવા દબાણ કરતા હોય, અપહરણના ગુન્હામાં તેઓ કે તેઓના સંબંધી હોવાની શકયતા છે. આ લોકો મૂળ બગસરા તાલુકાના હડાળા ગામના વતની હોવાની વિગત પણ પોલીસને મળેલ હતી. જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક હડાળા ખાતે પહોંચી, સવસીભાઈ ભરવાડના કુટુંબીજનોને પૂછપરછ કરતા, ભાંગી પડેલ હતા. બીજી તરફ, બીજી ટીમ દ્વારા ઇકો કારમાં અપહરણ કરવામાં આવેલ હોઈ, ઇકો કારની તપાસ દરમિયાન ઇકો કારનો નંબર GJ-14-AA-7076 હોવાનું અને પોકેટ કોપ એપ્લિકેશન મારફતે માહિતી મેળવતા, આ કાર બગસરા તાલુકાના ખીજડિયા ગામની હોવાનું અને ડ્રાઈવર શરદભાઈ નાથાભાઇ વિરાણી હોવાનું જાણવા મળતા, ક્રાઇમ બ્રાન્ચના હે.કો. વિક્રમભાઈ, સાહિલભાઈ, દીપકભાઈ, સહિતની એક ટીમને ઇકો કારની તપાસ કરતા, ઇકો કાર ભાડે કરેલ હોઈ અને અપહૃત ગાંગજીભાઈ પટેલને લઈ, વિસાવદર પાસે આવેલ આશ્રમમાં મૂકી આવેલ હોવાની હકીકત જૂનાગઢ પોલીસને આપેલ હતી.

પોલીસની એક ટીમને વિસાવદર પાસેના રતાંગ ગામના આશ્રમ ખાતે મોકલતા, અપહૃત ગાંગજીભાઈ પટેલ અને આરોપીઓ (૧) સવજીભાઈ મંગાભાઈ સરસીયા રહે.હાલ સુરત મૂળ.હડાળા, (૨) વિનુભાઈ ભીખુભાઈ સરવૈયા રહે.હડાળા (૩)હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ ભીખુભાઈ સરવૈયા રહે.હડાળા તથા (૪)પ્રફુલ લાલજીભાઈ સરવૈયા રહે.હડાળા તા. બગસરા જી. અમરેલી મળી આવતા ધરપકડ કરી હતી.

ંપકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ પૈકી સવસીભાઈ ભરવાડની દીકરીને અપહૃત ગાંગજીભાઈ પટેલનો દીકરો ભગાડી, પ્રેમલગ્ન કરેલ હોઈ, અપહૃત ને તેઓની તપાસમાં સાથે બળજબરીથી લઈ ગયેલાની કબૂલાત કરેલ હતી.

(11:31 am IST)