Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મોરબી તાલુકામાં કોરોનાના નવા ૦૩ કેસ, ચાર તાલુકામાં રાહત

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૬ : મોરબી જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે મોરબી તાલુકામાં નવા ૦૩ કેસ નોંધાયા છે તો અન્‍ય ચાર તાલુકામાં રાહત આજે પણ યથાવત રહી હતી. આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસ શહેરી વિસ્‍તારમાં નોંધાયા છે જયારે વધુ ૦૫ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે તો વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નવો એકપણ કેસ નહિ નોંધાતા રાહત જોવા મળી છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૩૩૧ થયો છે જેમાં ૪૬ એક્‍ટીવ કેસ છે અત્‍યાર સુધીમાં કુલ ૩૦૭૩ દર્દી સ્‍વસ્‍થ થયા છે.

(11:24 am IST)